શું તમે પણ રાત્રે AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો?

26 June, 2024

સમગ્ર દેશમાં ઉનાળાની ઋતુ પોતાનો પ્રકોપ બતાવી રહી હતી અને લોકો તેનાથી રાહત મેળવવા એર કંડિશનર (AC)નો સહારો લઈ રહ્યા છે.

AC આખી રાત ચાલુ રાખવાથી ઠંડીના કારણે તમારી ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે.

તમે શરદી અને ઉધરસથી પણ પરેશાન થઈ શકો છો. સારી ઊંઘ માટે ACનું તાપમાન નોર્મલ રાખો.

ઠંડા રૂમમાં સૂવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે અને સાંધામાં દુખાવો થાય છે. ઠંડીના કારણે સ્નાયુઓ સંકુચિત થાય છે

ખરાબ રીતે ACની જાળવણી કરવામાં ન આવે તો હવામાં ધૂળ અને પ્રદૂષણ ફેલાવી શકે છે, જેનાથી શ્વસન સંબંધી સમસ્યાઓ વધી શકે છે.

ACના કારણે હવામાં ધૂળ, મોલ્ડ અને પાલતુના વાળ ફેલાય છે, જેનાથી એલર્જીની સમસ્યા વધી શકે છે.

AC માં હાઇ એફિશિયન્સી પાર્ટિક્યુલેટ એર (HEPA) ફિલ્ટર લગાવો, એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો અને રૂમને સ્વચ્છ રાખો.