Keypad Phones Reuse: નકામા પડી રહેલા કીપેડ ફોનને ફેંકી ના દેતા ! આ રીતે લાગી શકે છે કામ
Old Keypad Phones Reuse: કીપેડ ફોનને સામાન્ય રીતે "ફીચર ફોન" કહેવામાં આવે છે, જો તમારા પાસે પણ જૂનો કે નકામો પડી રહેલો કીપેડ ફોન હોય તો તેનો ઉપયોગ હજુ પણ ઘણા હેતુઓ માટે થઈ શકે છે.

જૂના કીપેડ ફોન જે આ ટેકનોલોજીના જમાનામાં હવે ભાગ્ય જ કોઈના હાથમાં જોવા મળે છે. જેને સામાન્ય રીતે "ફીચર ફોન" કહેવામાં આવે છે, જો તમારા પાસે પણ જૂનો કે નકામો પડી રહેલો કીપેડ ફોન હોય તો તેનો ઉપયોગ હજુ પણ ઘણા હેતુઓ માટે થઈ શકે છે.

સ્માર્ટફોનના યુગમાં આ કીપેડ ફોનની લોકપ્રિયતા ઘટી હોવા છતાં તેના કેટલાક ચોક્કસ ફાયદા અને ઉપયોગો છે, જો તમારી પાસે પણ કીપેડ ફોન પડ્યો હોય અને તે ચાલુ સ્થિતિમાં હોય પણ ઉપયોગ ના કરતા હોવ તો આ ટ્રિકથી તમારો આ પડી રહેલો ફોન પણ કામનો બની જશે.

1. બેસિક કોલિંગ અને મેસેજિંગ માટે: કીપેડ ફોન ચાલુ હોય તો તમે તેને ઉપયોગ કોલ અને SMS માટે કરી શકો છો સ્માર્ટ ફોનની સરખામણીમા આ ફોનની બેટરી લોન્ગ ટાઈમ સુધી ચાલે છે આથી જો તમે કલાકો ફોન પર વાત-ચીત કરો છો તો પણ આ ફોનની બેટરી જલદી નહીં ઉતરે. વૃદ્ધો અથવા બાળકો માટે આ એકદમ યોગ્ય છે, જેમને સ્માર્ટફોનની જરૂર નથી.

2. બેટરી બેકઅપ માટે: ફીચર ફોનની બેટરી ઘણી ચાલે છે ક્યારેક 2-2 દિવસ સુધી પણ ચાર્જ કરવાની જરુર પડતી નથી આથી મુસાફરી દરમિયાન બેકઅપ ફોન તરીકે ઉપયોગ કરી શકાય છે.

3. સેકન્ડરી અથવા ઇમરજન્સી ફોન: મુખ્ય ફોન સિવાય, તેને બેકઅપ ફોન તરીકે રાખી શકાય છે. જો સ્માર્ટફોન ડિસ્ચાર્જ થઈ જાય અથવા ખરાબ થઈ જાય તો ઇમરજન્સીમાં આ ફોન કામ લાગી શકે છે.

4. ફક્ત SIM એક્ટિવ રાખવા માટે: જો તમે જૂનો નંબર એક્ટિવ રાખવા માંગતા હો, તો આવા ફોનમાં સિમ દાખલ કરીને રાખી શકાય છે. આથી તમારા જરુરી કોલ કે મેસેજ મીસ નહીં થાય અને કાર્ડ પણ ચાલુ રહેશે

5. આઇપોડની રીતે : તમે તેનો ઉપયોગ આઇપોડની જેમ કરી શકો છો અને સંગીત સાંભળી શકો છો. આથી તમારા સ્માર્ટ ફોનની બેટરી જલદી નહીં વપરાય અને આ ફોનનો મ્યુઝિક પ્લેયર તરીકે ઉપયોગ થશે. ઘણા ફીચર ફોનમાં FM રેડિયો અને મ્યુઝિક પ્લેયર બિલ્ટ-ઇન હોય છે, જે ઇન્ટરનેટ વિના સંગીત સાંભળવા માટે ઉપયોગી છે.

6. DIY (do it yourself) પ્રોજેક્ટ્સ:ટેકનોલોજી/ઇલેક્ટ્રોનિક્સ શોખીન લોકો માટે, જૂના કીપેડ ફોનનો ઉપયોગ સ્પીકર્સ, સ્ક્રીન, માઇક્રોફોન, બેટરી વગેરે દૂર કરીને પ્રોજેક્ટ્સ બનાવવા માટે કરી શકાય છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
