AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: ઉનાળામાં નાકમાંથી લોહી આવે તો શું કરવું? કારણ અને બચાવના સરળ ઉપાય

ઉનાળામાં નાકમાંથી લોહી આવવું સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય ફર્સ્ટ એઇડ અને સાવચેતીથી તેને તરત નિયંત્રિત કરી શકાય છે. જાણો શું કરવું જોઈએ.

| Updated on: Apr 30, 2026 | 11:04 AM
Share
ઉનાળાની તીવ્ર ગરમી શરીર પર અનેક પ્રકારની અસર કરે છે. ખાસ કરીને ઘણીવાર લોકો નાકમાંથી અચાનક લોહી આવવાની સમસ્યાનો સામનો કરે છે, જેને સામાન્ય ભાષામાં નકસીર (નસકોરી) કહેવામાં આવે છે. (Image Credit Source: Social Media)

1 / 8
આ સમસ્યા બાળકો અને વડીલો માં વધુ જોવા મળે છે, પરંતુ કોઈપણ ઉંમરના લોકોમાં થઈ શકે છે. ઘણીવાર લોકો તેને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ વારંવાર આવું થવું આરોગ્ય માટે ચેતવણીરૂપ બની શકે છે. (Image Credit Source: Social Media)

2 / 8
ગરમીના સમયમાં હવામાં સૂકાશ વધે છે, જેના કારણે નાકની અંદરની નાજુક ત્વચા સૂકાઈ જાય છે. આ ત્વચા નબળી થઈ જાય ત્યારે તેમાંની નસો ફાટી શકે છે, જેના કારણે લોહી વહે છે. શરીરમાં પાણીની અછત, એટલે કે ડિહાઈડ્રેશન પણ નસકોરીનું એક મોટું કારણ છે. વધુમાં, નાકને વારંવાર ખંજવાળવી, જોરથી સાફ કરવી, ઈજા થવી અથવા એલર્જી જેવી સમસ્યાઓ પણ આ સ્થિતિને વધારી શકે છે. (Image Credit Source: Social Media)

3 / 8
નસકોરી પહેલાં કેટલાક લક્ષણો પણ જણાઈ શકે છે, જેમ કે નાકમાં ડ્રાયનેસ, બળતરા અથવા ખંજવાળ. કેટલીકવાર માથું ભારે લાગવું કે ચક્કર આવવું પણ અનુભવાય છે. જો લોહી વધારે માત્રામાં આવે અથવા વારંવાર આવતું રહે, તો તેને ગંભીરતાથી લેવું જોઈએ અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. (Image Credit Source: Social Media)

4 / 8
બચાવ માટે શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, તેમજ લીંબુ પાણી, છાશ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવું ફાયદાકારક છે. વધુ ગરમીમાં બહાર જવાનું ટાળવું અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું જોઈએ. ઘરમાં ભેજ જળવાઈ રહે તે માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ પણ કરી શકાય છે. (Image Credit Source: Social Media)

5 / 8
જો નાકમાંથી લોહી આવે, તો ગભરાશો નહીં. સીધા બેસીને માથું થોડું આગળ ઝુકાવો અને નાકને હળવેથી દબાવો. નાકના નરમ ભાગને અંગૂઠા અને આંગળીથી 5-10 મિનિટ સુધી હળવેથી દબાવો,મોઢાથી શ્વાસ લો અને નાકને આરામ આપો. ઠંડો કોમ્પ્રેસ (બરફ/ઠંડું કપડું) નાક અને કપાળ પર મૂકી શકો છો. લોહી બંધ થાય ત્યાં સુધી સૂઈ જવાનું ટાળો. (Image Credit Source: Social Media)

6 / 8
જો નસકોરી વારંવાર થાય અથવા લોહી વધારે આવે, તો તેને અવગણવું નહીં અને ENT નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સાચી જાણકારી અને સમયસર પગલાંથી નકસીર જેવી સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે અને ગંભીર સ્થિતિથી બચી શકાય છે. (Image Credit Source: Social Media)

7 / 8
કાળજી અને સમયસરના ઉપાયો દ્વારા ઉનાળામાં નસકોરીની સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. (Image Credit Source: Social Media)

8 / 8

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

Summer Hydration : ગરમીમાં પરફેક્ટ નાળિયેર કેવી રીતે પસંદ કરવું? જાણો સરળ રીત

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">