AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારે વરસાદમાં દિવાલો ધરાશાયી થતાં AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

Breaking News : ભારે વરસાદમાં દિવાલો ધરાશાયી થતાં AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

| Updated on: Jul 26, 2026 | 11:12 AM
Share

તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરતી 11 બાંધકામ સાઇટોની મંજૂરી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત એન્જિનિયર અને ડેવલપરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન વિવિધ વિસ્તારોમાં બાંધકામની દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શનમાં આવ્યું છે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ માટે AMC દ્વારા શહેરભરની 166 બાંધકામ સાઇટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

11 બાંધકામ સાઇટોની મંજૂરી સસ્પેન્ડ કરવામાં આવી

તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરતી 11 બાંધકામ સાઇટોની મંજૂરી સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત એન્જિનિયર અને ડેવલપરને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

વરસાદમાં બાંધકામની દિવાલો ધરાશાયી થતા AMC એક્શનમાં

તાજેતરના દિવસોમાં જોધપુર, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં બાંધકામની દિવાલો પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને ગંભીરતાથી લઈને AMCએ બાંધકામ સાઇટોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે.

કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે લેવાયો નિર્ણય

AMCના જણાવ્યા મુજબ, જ્યાં પણ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ બાંધકામ સાઇટોને સુરક્ષા ધોરણોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી વરસાદી સિઝનમાં કોઈ દુર્ઘટના ન સર્જાય.

Breaking News : વરસાદી સિસ્ટમ હજુપણ ગુજરાતને ભીંજવશે, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">