AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણથી બનાસકાંઠા સુધી જળબંબાકાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ ચોંકાવનારી સ્થિતિ, જુઓ Video

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે પાટણથી બનાસકાંઠા સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાવ-થરાદ, ડીસા અને સુઈગામ જેવા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં પાકને મોટું નુકસાન થયું છે.

પાટણથી બનાસકાંઠા સુધી જળબંબાકાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ ચોંકાવનારી સ્થિતિ, જુઓ Video
| Updated on: Jul 26, 2026 | 10:26 PM
Share

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રહી રહીને શરૂ થયેલા અનરાધાર વરસાદે પાટણથી બનાસકાંઠા સુધીના અનેક ગામો અને શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ઉત્તર ગુજરાતના જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

પાટણ શહેરમાં પૂર જેવી સ્થિતિ

પાટણ શહેરમાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય ગરનાળા પણ વરસાદી પાણીથી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી, જેનાથી લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડી. પાટણના અનેક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવ પર સવાલ ઉભા કરે છે.

વાવ-થરાદમાં ખેડૂતોને મોટું નુકસાન

વાવ-થરાદ જિલ્લાના ભાવરના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખારા અને મીઠા ગામના ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોની આકરી મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વાવેતર કરેલ મગફળી, જુવાર અને ઘાસચારાનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખારા ગામના સરપંચના દાવા મુજબ, બંને ગામના ખેડૂતોને રૂપિયા 50 લાખથી પણ વધુનું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી તેમને સહાય આપવા સરકારને વિનંતી કરી છે.

નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું

વાવ-થરાદના સુઈગામમાં પણ ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું નડાબેટનું રણ આખુંય દરિયામાં ફેરવાઈ ગયું છે. જ્યાં અગાઉ સૂકું ભટ્ટ રણ હતું, ત્યાં હાલ દરિયાની જેમ તરંગો સર્જાય છે. જોકે, આ અદભુત દ્રશ્યો જોઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે અને આ કુદરતી ઘટના આકર્ષણનું કેન્દ્ર બની છે.

બનાસકાંઠામાં પાક અને રસ્તાઓ પ્રભાવિત

બનાસકાંઠાના ડીસામાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના કણસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. વરસાદનો વિરામ હોવા છતાં ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ભારે વરસાદને કારણે બનાસકાંઠાના અનેક રોડનું ધોવાણ પણ થયું છે. વિઠોદરમાં નવચેતન પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો તૂટી પડ્યો છે, જેને કારણે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. રસ્તો તૂટતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોએ તાત્કાલિક ધોરણે રસ્તો શરૂ કરવાની માંગ કરી છે, કારણ કે દૂધ ભરાવવા જવા અને બાળકોના શાળાએ જવા-આવવામાં ભારે તકલીફ પડી રહી છે.

પાલનપુરમાં નેશનલ હાઇવેની ખરાબ હાલત

વરસાદી માહોલમાં પાલનપુરમાં એનએચએઆઈ (NHAI)ની કામગીરીથી લોકો પરેશાનીમાં મુકાયા છે. આબુ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોમાસામાં જ સ્કેલ્પિંગની કામગીરીથી અનેક ખાડા પડ્યા છે. આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે અને અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ભર ચોમાસે થયેલી આ કામગીરીને લઈને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે અને સત્વરે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે.

તંત્ર એલર્ટ મોડ પર

ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમોને તૈનાત કરી દેવાઈ છે, જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.

IMDની ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો ફરી કહેર વર્તાશે

Follow Us
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
g clip-path="url(#clip0_868_265)">