Banaskantha Rain: ભારે વરસાદને કારણે કાંકરેજના ખેતરો થયા તરબોળ, મગફળી, બાજરીના પાકને પહોંચ્યુ ભારે નુકસાન- Video
બનાસકાંઠાના કાંકરેજના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. એકસામટો બે થી અઢી ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરો તરબોળ થયા હતા અને વાવેલો પાક પણ નમી ગયો છે, જેના કારણે કપાસ બાજરી અને એરંડાના પાકને નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં એકસામટો બે થી અઢી ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરો તરબોળ થયા છે. વાવેલા પાક પર પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે કપાસ, બાજરી, મગફળી અને એરંડાના પાકને નુકસાન પહોંચ્યુ હોવાની ભીતિ ખેડૂતો સવી રહ્યા છે. વધુ વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાવેતર બાદ ભારે વરસાદથી ખેડૂતો પર પાક નુકસાનીનું સંકટ ઘેરાયુ છે.
ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાની થવાની ભીતિ છે. ભારે વરસાદને કારણે કાંકરેજના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે અને જાણે બેટમાં ફેરવાયા હોય તેવુ લાગી રહ્યુ છે. જેના કારણે ખેડૂતો હવે સરકાર સમક્ષ સત્વરે નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની માગ કરી રહ્યા છે.
Input Credit- Atul Trivedi- Banaskantha
અમદાવાદના બિલિયોનેર સ્ટ્રીટ વિસ્તારમાં કમરસમા પાણીમાં ઉતરી મુખ્યમંત્રીએ સ્થિતિની કરી સમીક્ષા- જુઓ Video
Follow Us
Latest Videos
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
