મારુતિ સુઝુકીએ લોન્ચ કરી નવી Brezza Turbo Booster jet, 110HP એન્જિન સાથે આપશે 26.90 કિમીનું માઇલેજ
મારુતિ સુઝુકીએ 1.0-લિટર ટર્બો એન્જિન સાથે નવી Brezza Turbo Boosterjet લોન્ચ કરી છે. 110HP પાવર અને દમદાર માઇલેજ સાથે આ SUV કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપશે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV નવી 2026 Brezza Turbo Boosterjet લોન્ચ કરી દીધી છે.(Image From: Maruti Suzuki)

નવી Brezzaમાં પહેલીવાર 1.0-લિટર ટર્બો Boosterjet પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તે બહેતર પર્ફોર્મન્સની સાથે વધુ ફ્યુઅલ એફિશિયન્સી (માઇલેજ) પણ આપે છે. કંપનીએ નવા મોડેલની સાથે પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સના માઇલેજમાં પણ સુધારો કર્યો છે.(Image From: Maruti Suzuki)

નવું 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન 110 હોર્સપાવર (hp) અને 170Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે, હાલનું 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 103hp અને 139Nm ટોર્ક જનરેટ કરે છે. CNG વર્ઝન ગેસ મોડમાં 88hp અને 121.5Nm ટોર્ક આપે છે, જ્યારે પેટ્રોલ મોડમાં તેની પાવર 103hp અને 139Nm રહે છે.(Image From: Maruti Suzuki)

ARAI અનુસાર, નવી Brezzaના CNG વેરિઅન્ટ (LXi, VXi અને ZXi) હવે 26.90 કિમી/કિલોગ્રામનું માઇલેજ આપશે, જે જૂના મોડેલના 25.51 કિમી/કિલોગ્રામ કરતાં વધુ સારું છે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીની સૌથી વધુ ફ્યુઅલ એફિશિયન્ટ Brezza છે.(Image From: Maruti Suzuki)

પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ્સમાં પણ માઇલેજ વધારવામાં આવ્યું છે. LXi અને VXi ટ્રીમ્સ હવે 21.09 કિમી/લિટર સુધીનું માઇલેજ આપશે, જે પહેલાં 17.80 કિમી/લિટર હતું. ZXi મેન્યુઅલ વેરિઅન્ટનું માઇલેજ 20.81 કિમી/લિટર થઈ ગયું છે, જે પહેલાં 19.89 કિમી/લિટર હતું.(Image From: Maruti Suzuki)

ઓટોમેટિક પેટ્રોલ વેરિઅન્ટ્સ (VXi, ZXi અને ZXi+) નું માઇલેજ પણ વધીને 20.17 કિમી/લિટર થઈ ગયું છે, જે પહેલાં 19.80 કિમી/લિટર હતું.(Image From: Maruti Suzuki)

નવી લોન્ચ કરાયેલી Turbo Boosterjet મેન્યુઅલ વેરિઅન્ટમાં LXi અને VXi ટ્રીમ્સ 20.47 કિમી/લિટર તથા ZXi અને ZXi+ ટ્રીમ્સ 19.96 કિમી/લિટરનું ARAI ઓથોરાઇઝ્ડ માઇલેજ આપશે.(Image From: Maruti Suzuki)

નવી Brezza Turbo Boosterjet દ્વારા મારુતિ સુઝુકીનો લક્ષ્યાંક એવા ગ્રાહકોને આકર્ષવાનો છે, જેઓ કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં બહેતર પર્ફોર્મન્સ સાથે વધુ માઇલેજ ઈચ્છે છે.(All Image From: Maruti Suzuki )
Trending Video: ટાર્ગેટ પૂરો થયો, ધમાકેદાર ઉજવણી ! CEO એ ઓફિસમાં જ દોડાવી સ્કૂટી; જુઓ આ વાયરલ વીડિયો
