AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગરના લીંબડીનું નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ, લોકો હોડીમાં અવરજવર કરવા મજબુર- Video

સુરેન્દ્રનગરના લીંબડીનું નાની કઠેચી ગામ પાણીમાં ગરકાવ, લોકો હોડીમાં અવરજવર કરવા મજબુર- Video

| Updated on: Jul 26, 2026 | 10:11 PM
Share

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું નાની કઠેચી ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયુ છે. લોકો હોડી લઈને અવરજવર કરવા મજબુર બન્યા છે. ગામના તમામ ઘરોમાં પાણી ભરાયેલા છે. ગામલોકો પારાવાર હાલાકી વેઠવા મજબુર બન્યા છે.

સુરેન્દ્રનગરમાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદ બાદ ઠેરઠેરથી હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. લીંબડી તાલુકામાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા કઠેચી ગામના લોકો ગામમાં હોડી લઈને અવરજવર કરવા માટે મજબુર બન્યા છે. ન માત્ર ગામમાં પરંતુ ગામના 400 ઘરોમાં પણ પાણી ભરાયેલા છે અને લોકોની હાલાકીની કોઈ સીમા નથી. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગામ લોકો વરસાદી પાણીનો નિકાલ નહિ થતા હ હોડકા લઇ પોતાના કામકાજ માટે જતા જોવા મળ્યા હતા.

ગામમાં છાતીસમા પાણી ભરાયેલા હોવાથી લોકો નજરકેદ બન્યા છે. ક્યાંય બહાર પણ જઈ શક્તા નથી. રોજબરોજની ચીજવસ્તુ પણ ન મળતા ગામલોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ ગામમાં કોઈ મદદ પહોંચી નથી ત્યારે ગામલોકો હાલ ભગવાન ભરોસે જીવવા મજબુર બન્યા છે.

Breaking News: CWG 2026માં મીરાબાઈ ચાનુની ગોલ્ડન શરૂઆત, ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Published on: Jul 26, 2026 10:11 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">