Breaking News : રણ વિસ્તારમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ થયું, 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો
વાવ-થરાદના સૂઈગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. એક બાજુ ભારત-પાકિસ્તાનની સરહદ નજીકનું નડાબેટનું રણ બેટમાં ફેરવાયુ છે. ભાભરના ખારા અને મીઠા ગામના ખેતર વરસાદથી જળબંબાકાર થયા છે.મીઠાનું ધોવાણ થતાં વેપારીઓ અને અગરિયાઓને અંદાજે 2 કરોડથી વધારેનું નુકસાન થયું.
વાવ થરાદ સુઇગામના રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે.મીઠા ઉદ્યોગ સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.બોરુ, મસાલી, માધપુરા સહિત ગામોના અગરિયાઓને નુક્સાન થયું છે. 4 થી 5 મહિના મહેનત કરી તૈયાર કરેલા મીઠાનું ધોવાણ થયું છે. મીઠાનું ધોવાણ થતાં વેપારીઓ અને અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો દાવો છે. મીઠા ઉદ્યોગ સાથે 2 હજારથી વધુ પરિવારો સંકળાયેલા છે. સરકાર નુકસાની બદલ સહાય ચૂકવે તેવી માગ હાલ કરવામાં આવી રહી છે.
વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા
ભાભરના ખારા અને મીઠા ગામના ખેતર વરસાદથી જળબંબાકાર થયા છે.ધોધમાર વરસાદથી 100થી વધુ ખેડૂતના ખેતર પાણીમાં ગરકાવ થયા છે.ખેતરોમાં 3થી 4 કિમી સુધી ઘૂંટણસમા પાણી ભરાતા પાકને નુકસાન થયું છે. મગફળી, જુવાર, ઘાસચારાનું વાવેતર પાણીમાં ડૂબતાં ખેડૂતોમાં ચિંતા છે.પાક નુકસાનીનો સર્વે કરી રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપે તેવી આશ હાલ ખેડૂતો કરી રહ્યા છે.
Breaking News : વરસાદી સિસ્ટમ હજુપણ ગુજરાતને ભીંજવશે, રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય અહી ક્લિક કરો
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
