Health Tips : સવારે ઉઠતાની સાથે જ કરો આ 5 કામ, હંમેશા ફિટ રહેશો અને બીમારી તમારાથી દૂર ભાગશે!
સવારે વહેલા ઉઠવું અને ઉઠ્યા પછી જો તમે કોઈ કામ કરો છો તો તમારી ઊર્જા, પ્રોડક્ટિવિટી અને હેલ્થ સુધરી જાય છે. સવારમાં કામ કરવાની આદતો ના ફક્ત તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો કરે છે પરંતુ તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

સવારનો પહેલો અડધો કલાક કે એક કલાક દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે, કારણ કે આ સમય દરમિયાનની પ્રવૃત્તિઓ જ આપણા દિવસની ટોન સેટ કરે છે. એવામાં ચાલો જાણીએ કે, સવારે ઉઠતાની સાથે જ આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ.

સવારે સ્ટ્રેચિંગ - સવારે જાગતાની સાથે જ સ્ટ્રેચિંગ કરવી એ એક નેચરલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મગજને જાગવાનો સંકેત આપે છે અને શરીરમાં રહેલી આળસ દૂર કરે છે. સ્ટ્રેચિંગથી સાંધાઓ લુબ્રિકેટ થાય છે, ફ્લેક્સિબલિટી વધે છે અને શરીરને ઊર્જા મળે છે. સ્ટ્રેચિંગને વોર્મ-અપ માનવામાં આવે છે, જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતાને ઘટાડે છે. સ્ટ્રેચિંગમાં ફક્ત 30 સેકન્ડનો સમય લાગે છે અને તેના ફાયદા પણ ઘણા છે.

જાગતાની સાથે જ પાણી પીવો - ઊંઘ દરમિયાન શરીરમાં પાણીની ઊણપ રહે છે. આ સમયે શરીર સંપૂર્ણપણે ડિહાઇડ્રેટેડ હોય છે, તેથી ઊઠતાની સાથે જ પહેલા પાણી પીવું જોઈએ. ચા કે કોફી જેવા પીણાંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે શરીરમાંથી પાણી દૂર કરે છે. સવારે પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે, પાચનમાં સુધારો થાય છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કેટલાક રિસર્ચ થકી જાણવા મળ્યું છે કે, સવારે રોજ પાણી પીવાથી યાદશક્તિ વધે છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે. ગરમ અથવા સામાન્ય તાપમાને પાણી પીવું મેટાબોલિઝમ માટે વધુ સારું રહે છે.

આંખો પર પાણી છાંટો - હાલની જીવનશૈલીમાં દિવસભર મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનને કારણે આંખોમાં બળતરા, શુષ્કતા અને સ્ટ્રેસ રહે છે. આને ઘટાડવા માટે, સવારે ઉઠતાની સાથે જ આંખો પર ઠંડુ પાણી છાંટવાની સલાહ આપવામાં આવે છે. છાંટા મારતી વખતે મોઢામાં પાણી રાખો જેથી આંખોની ગંદકી બહાર નીકળતી રહે. આ પ્રક્રિયા આંખોને સાફ કરે છે, સાઇનસ ચેપ ઘટાડે છે અને દૃષ્ટિ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપાય આંખોની અંદર થઈ રહેલ બળતરાથી રાહત આપે છે.

ઓઇલ પુલિંગ - ઓઇલ પુલિંગમાં નારિયેળ, તલ અથવા સરસવનું તેલ 5 થી 20 મિનિટ માટે મોંમાં મૂકવામાં આવે છે. તેલની ચીકાસ કીટાણુને બાંધી દે છે, જેને પછી થૂંકીને બહાર કાઢી દેવામાં આવે છે. આ શ્વાસની દુર્ગંધ દૂર કરે છે, પેઢામાં થતાં બળતરા ઘટાડે છે અને દાંત સફેદ કરે છે. આનાથી ચહેરાની કરચલીઓમાં ઘટાડો જોવા મળે છે અને ચહેરાની જૉ લાઇન પણ સારી રહે છે.

મોર્નિંગ બ્રેકફાસ્ટ - સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે તમારા શરીરને ઉર્જા આપે છે. તમે સવારે તમારી પસંદગી મુજબના ફળો, જ્યુસ અથવા તો બીજો કોઈપણ હળવો ખોરાક લઈ શકો છો.
અસ્વીકરણ: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે રજૂ કરવામાં આવ્યા છે. TV9 Gujarati આ માહિતીની ખાતરી કરતું નથી.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
