Mobile Charger Cleaning Tips: કાળું અને ગંદુ પડી ગયું છે મોબાઈલનું ચાર્જર, આવી રીતે કરો પહેલા જવું સફેદ
તમે ચાર્જર ગમે તેટલી સારી રીતે વાપરો પણ સફેદ રંગના ચાર્જર પર ગંદકી જમા થઈ જ જાય છે અને ધીમે ધીમે તેનો રંગ કાળો થવા લાગે છે. ત્યારે આ ગંદા પડી ગયેલા ડેટા કેબલ અને એડપ્ટરને ફરી પહેલાની જેમ સફેદ અને ચકચકાટ કરી શકો છો.

આજે દરેક વ્યક્તિ ફોનનો ઉપયોગ કરી રહી છે. તેઓ તેને ચાર્જ કરવા માટે ચાર્જરનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય રીતે બજારમાં કાળા કે સફેદ રંગના ચાર્જર ઉપલબ્ધ છે. પણ આજકાલ દરેક કંપની ફોન સાથે સફેદ રંગનું ચાર્જર આપે છે અને આ ચાર્જર રોજ ઉપયોગમાં લેવાતા ગંદુ અને કાળુ પડી જાય છે.

તમે ચાર્જર ગમે તેટલી સારી રીતે વાપરો પણ સફેદ રંગના ચાર્જર પર ગંદકી જમા થઈ જ જાય છે અને ધીમે ધીમે તેનો રંગ કાળો થવા લાગે છે. ત્યારે આ ગંદા પડી ગયેલા ડેટા કેબલ અને એડપ્ટરને ફરી પહેલાની જેમ સફેદ અને ચકચકાટ કરી શકો છો. ત્યારે ચાલો જાણીએ સૌથી સરળ ટ્રિક.

અમે તમને ચાર્જરને સાફ કરવાની 3 સૌથી સરળ ટ્રિક જણાવી રહ્યા છે. આ ટ્રિ્કની મદદથી તમારું ચાર્જ પહેલા જેવું જ નવું દેખાવા લાગશે

1. બેકિંગ સોડા: ચાર્જર સાફ કરવા માટે તમે 2 ચમચી બેકિંગ સોડા લો. તેના પર લિંબુના બે ટીપા અને સહે જ પાણી નાખી તેને સ્પંજ પર તે મીશ્રણ લઈ લો અને તે બાદ તેને તમારા ચાર્જરની ફરતે ધીમેથી સાફ કરો. તમે જોશો કે તમારા ચાર્જરની ગંદકી બધી જ તે સ્પંજ પર ચોટી જશે અને તમારુ ચાર્જર પહેલા જેવું જ સાફ દેખાવા લાગશે. આ મિશ્રણથી સાફ કર્યા બાદ તમે એક ભીના કપડાથી ચાર્જરને બરોબર સાફ કરી લો

2. લિંબુની છાલ : તમે કાળા અથવા ગંદા ચાર્જરને પહેલાની જેમ સફેદ બનાવવા માંગતા હોવ તો એક લિંબુ લઈ લો તેનો બધો રસ કાઢી લો અને તે બાદ તેની છાલને તમારા ચાર્જર પર ઘસો આમ કરવાથી ચાર્જરની ગંદકી નીકળી જશે. તે બાદ ચાર્જરને સહેજ ભીના કપડાથી લૂછીને સાફ કરી લો

3. વિનેગર : આ પણ એક અસરકારક ટ્રિક છે આ માટે એક વાટકીમાં 2 ચમચી વિનેગર લઈ લો, તે બાદ એક કપડુ અને તેને વિનેગરમાં ડૂબોડી ચાર્જર પર ધીમેથી સાફ કરો અને તે બાદ એક સાફ સહેજ ભીના કપડાથી લૂછી લો.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
































































