Business Idea : ફક્ત ₹20,000ના રોકાણથી શરુ કરો એવો ધંધો કે જે મહિને ₹70,000 સુધીનો નફો આપે !
પાવભાજીનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. જણાવી દઈએ કે, પાવભાજીનો બિઝનેસ એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ બિઝનેસમાંનો એક મસાલેદાર અને નફાવાળો વિકલ્પ છે.

જો તમે ઓછા રોકાણમાં વધુ કમાણીના ઈરાદે ધંધો શરૂ કરવા માંગતા હોવ, તો પાવભાજીનો સ્ટોલ શરૂ કરવો એ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. આ બિઝનેસમાં શરૂઆતમાં ₹20,000 થી ₹35,000 જેટલું રોકાણ કરવું પડી શકે છે.

પાવભાજી બિઝનેસ શરૂ કરવા માટે કેટલીક જરૂરી વસ્તુઓની ગણતરી તમારે શરૂઆતમાં જ કરી દેવી જોઈએ. સૌથી પહેલા તો તમારે સ્ટોલ કે ઠેલો જે જગ્યા પર લગાવવો હોય તે જગ્યાનું લોકેશન નક્કી કરો.

આ સિવાય ગેસ સ્ટોવ અને સિલિન્ડર, મોટો લોખંડનો તવો, રસોડું ચલાવવા માટે કટિંગ બોર્ડ, છરીઓ, ચમચીઓ, સ્ટીલના વાસણો, અલગ અલગ મસાલા તેમજ કાચી સામગ્રી રાખવા માટેના ડબ્બાની જરૂર પડશે.

ભાજી બનાવવા માટે બટેટા, ટામેટા, કોબી, વટાણા જેવી તાજી શાકભાજી, પાવભાજી મસાલો, બટર, લીંબુ, ડુંગળી અને પાવની જરૂર પડશે. ગ્રાહકોને એક ડીશમાં પીરસવા માટે પ્લેટ્સ, ચમચી અને ટિશ્યૂની જરૂર પડશે.

જો તમે Takeaway સેવા આપી રહ્યા હોવ, તો તેમાં પાવભાજીને યોગ્ય રીતે પેક કરવા માટે પેકિંગ મટિરિયલ જેવી કે એલ્યુમિનિયમ ફોઇલ, પેકિંગ ડબ્બા, કવર અને ટિશ્યૂની જરૂર પડશે, જેથી પાવભાજી ગરમ રહે. આ સાથે સાથે સફાઈ અને સ્વચ્છતા જાળવવા માટે ચોખ્ખું પાણી, કચરાના ડબ્બા અને એપ્રન જેવી વસ્તુઓ તમારી પાસે રાખો.

એક પાવભાજી પ્લેટ ₹40 (હાફ) થી ₹80 (ફુલ ડીશ) માં વેચી શકાય છે. જો દરરોજ 50 થી 100 પ્લેટ વેચાઈ જાય તો દૈનિક આવક ₹2,000 થી ₹8,000 સુધી પહોંચી શકે છે. હવે માસિક આવક જોઈએ તો, ₹50,000 થી ₹1,50,000 જેટલી આવક થાય, જેમાં તમને આરામથી ₹25,000 થી ₹70,000 જેટલો ચોખ્ખો નફો મળે છે.

આ ધંધો કરવા માટે તમારે FSSAI ફૂડ લાઈસન્સ, સ્થાનિક મ્યુનિસિપાલિટી પાસેથી વેપારી લાઈસન્સ, આધાર અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો જોઈશે.

માર્કેટિંગ માટે Instagram, Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પેજ બનાવો અને નિયમિત પોસ્ટિંગ કરો. સ્કૂલ-કોલેજ નજીક સ્ટોલ મૂકો, Swiggy/Zomato પર રજિસ્ટર કરો અને ઘર-ઘર સુધી પાવભાજીનો ધંધો પહોંચાડો.

પાવભાજી કેવી રીતે બનાવવી એ શીખવા માટે YouTube ચેનલ્સ પર રોજ વીડિયો જોવો અને પાવભાજી બનાવવાની પ્રેક્ટિસ કરો. તદુપરાંત, કોઈ લોકલ પાવભાજી વાળાને મદદરૂપ બનો અને ત્યાંથી પણ પાવભાજી કેમનું બને તે શીખી શકો છો. વધુમાં તમે આગળ જઈને આ ધંધો franchise મોડલમાં ફેરવી શકો છો. ટૂંકમાં કહીએ તો, પાવભાજીનો બિઝનેસ નફાકારક બિઝનેસ છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
