Rathyatra 2025 : ભગવાન જગન્નાથ પહેરશે આ શાહી વાઘા, જુઓ ફોટા
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદમાં રથયાત્રાને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને નગરનાથના વસ્ત્રોના અંગે જણાવીશું.

નગરનાથ જ્યારે નગર યાત્રાએ નિકળવાના છે ત્યારે નગરજનો અને મંદિર પ્રશાસન આયોજનમાં જોતરાઇ ગયું છે. ત્યારે આ વર્ષે રથયાત્રા દરમ્યાન ભગવાન કયા દિવસે કયા શૃંગાર ધારણ કરશે અને કયા વાઘા પહેરીને ભક્તોને દર્શન આપશે તે જોઈશું.

આ વર્ષે પ્રથમ વખત મદ્રાસી ડિઝાઇનના શંખ અને ચક્રના ચિન્હ ધરાવતા હાર ભગવાન પહેરશે. જેમાં ભગવાનનું અલૌકિક દર્શન કરવાનો લહાવો ભક્તોને મળશે.

અમાસના દિવસે આસમાની કલરના વેલ્ટના વાઘા પર રેશમની દોરીની સાથે બારીક ડિઝાઈન કરવામાં આવી છે.

અમાસના દિવસે એક છોગાની 9 કલરથી તૈયાર કરેલી પાઘ ભગવાન ધારણ કરશે. આ પાઘ પહેરીને ભગવાન ભક્તોને દર્શન આપશે.

ત્યારબાદ એકમના દિવસે રાણી કલરના સિલ્કના સ્ટોન વર્કના વાઘા પહેરીને દર્શન આપશે. એકમના દિવસે રજવાડી પાઘ બનારસી થીમ પર સ્ટોન વર્કથી તૈયાર કરવામા આવી છે.

બીજના દિવસે પીળા પીતાંબર ગોટા પત્તીથી તૈયાર કરવામાં આવેલા વાઘા ધારણ કરી ભગવાન નગરયાત્રાએ નીકળશે. પાઘ ગોટા પત્તા વાળી એક છોગા વાળી મોરપીંછ વાળી પાઘ પહેરી નગરયાત્રાએ નીકળશે.

મંગળા આરતી સમયે બનારસી લાલ રંગના મોરની ડિઝાઇન વાળા કસબ વર્ગના હેવી વાઘા ધારણ કરશે. મંગળા આરતી સમયે બે છોગા વાળી સ્ટોન વર્ક અને મિરર ઈમેજ ધરાવતી લાલ અને પીળા રંગની પાઘ ધારણ કરાવશે.

નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરાયેલ ઓછા વજનવાળા વાઘા પહેરાવશે. ત્રીજના દિવસે એક છોગાની પાઘ જાંબલી રંગના સિલ્કના વાઘા રેશમ અને કસબ વર્ક થી તૈયાર કરવામાં આવી છે.
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.