કાનુની સવાલ : જ્યારે દહેજ માંગવું એ કાનૂની ગુનો છે, તો પછી ભરણપોષણ એ કાનૂની અધિકાર કેમ છે ? જાણો ભારતીય કાયદો શું કહે છે
આજે પણ ભારતમાં, જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે, ત્યારે તેના પરિવારને દહેજ આપવું પડે છે, ભલે આજકાલ સાસરિયાઓ તેને ભેટ કહેવા લાગ્યા છે. દુઃખની વાત છે કે, ભારતમાં હજુ પણ મોટી સંખ્યામાં દહેજના કેસ સામે આવી રહ્યા છે કેટલાક લોકો દહેજ અને ભરણપોષણને એક જ વસ્તુ માને છે. તો આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

દરેક છોકરીઓનું સપનું હોય કે, તે લગ્ન કરશે અને પોતાના જીવનસાથી સાથી જિંદગી પસાર કરશે. એક બાજુ છોકરી પોતાના લગ્નની તૈયારીઓ કરતી હોય છે તો બીજી બાજુ તેના પરિવારનું ધ્યાન લગ્નની ખુશીઓથી વધારે એ વાત પર હોય છે કે, સોનું કેટલું આપવું પડશે. રકડ અને ગાડી તેમજ ફર્નીચરમાં શું આપવાનું રહેશે. હવે તમે વિચાર કરો ખુશીઓનો સમય છોકરીના માતા-પિતા માટે બોજારૂપ બની જાય છે. કારણ કે, તેમને તેમની દીકરી આપવાની સાથે સાથે દહેજ પણ આપવો પડે છે. જેને છોકરા વાળા તેમની ભાષામાં ગિફટ કહે છે.

દહેજ આફી માતા-પિતા દીકરીને સાસરિયે મોકલી દે છે પરંતુ કેટલાક લગ્ન સક્સેસફુલ થઈ શકતા નથી થોડા સમયમાં પતિ-પત્ની છુટાછેડા લઈ લે છે. ત્યારબાદ પત્ની પાસે ન તો કોઈ નોકરી હોય છે અને બાળકના ભરણપોષણ માટે પૈસા પણ ન હોય. આવા સમયમાં તેની મદદ કાનુન કરે છે.

કોર્ટ પતિને છુટાછેડા બાદ તેની આવકમાંથી અમુક એલિમની નક્કી કરે છે. એલિમનીનો મતલબ થાય છે કે, પતિ દર મહિને પોતાની પત્નીને ખર્ચ માટે પૈસા આપે છે. જેનાથી તે સારી જિંદગી જીવી શકે.ત્યારે લોકોના મનમાં એક સવાલ આવે છે કે, બંન્નેમાં પૈસાની લેવડ-દેવડ થાય છે. તો દહેજને કાનુની ગુનો અને એલિમનીને કાનુની હક કેમ માનવામાં આવે છે. તો આ વિશે આજે આપણે વિસ્તારથી સમજીએ.

ભારતમાં દહેજ સંબંધિત હિંસા હજુ પણ એક ખતરનાક વાસ્તવિકતા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) અનુસાર, 2024 માં 7045 મહિલાઓએ દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો, કારણ કે તેઓ અથવા તેમના પરિવારે દહેજની માંગણીઓ પૂરી કરી ન હતી.

જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના ડેટા પર નજર કરીએ તો, 2017 થી 2021 દરમિયાન, ભારતમાં કુલ 35,493 દહેજ હત્યાના કેસ નોંધાયા હતા, એટલે કે, દહેજને કારણે દરરોજ સરેરાશ 20 મહિલાઓના મૃત્યુ થયા હતા. માત્ર ઉત્તર પ્રદેશમાં, દરરોજ લગભગ 6 મૃત્યુ નોંધાયા હતા.

દહેજ માત્ર પૈસા કે ગિફટની લેવડ-દેવડ નથઈ, આ લગ્નમાં છોકરી માથે લગાવવામાં આવેલો એક પ્રાઈસ ટેગ છે.ત્યારે સવાલ ઉઠે છે કે, છોકરીના માતા-પિતાએ તેમને ભણાવી ગણાવી અને પોતાના પગ પર ઉભી રહેવા કાબિલ બનાવી તો આનો કોઈ મતલબ નથી. ભારતમાં, છોકરીઓ ઘણીવાર બાળપણથી સાંભળે છે કે તે એક છોકરી હોવાથી, તેણે તેના લગ્ન માટે કંઈક બચાવવું પડશે.

જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે આ વિચાર પણ સામે આવે છે. જો સાસરિયાઓની માંગણી પૂર્ણ ન થાય, તો લગ્ન પછી છોકરીને સાંભળવું પડે છે કે તારા માતા-પિતાએ તેમને શું આપ્યું છે? ઘણી વખત દહેજને કારણે પતિ અને સાસરિયાઓ છોકરીને માર મારે છે અને ઘણી વખત દીકરીઓ મૃત્યુ પણ પામે છે અથવા પોતાનો જીવ લઈ લે છે. તેથી, દહેજ આપવું અને લેવું એ કાયદેસર રીતે ગુનો છે

દહેજનો અંત લાવવા માટે, ભારત સરકારે દહેજ પ્રતિબંધ કાયદો, 1961 લાગુ કર્યો. આ કાયદાનો હેતુ સજા કરવાનો નથી, પરંતુ મહિલાઓના ગૌરવ અને સુરક્ષાને કાનૂની અધિકાર આપવાનો છે. આ ઉપરાંત, ભારતીય દંડ સંહિતાની કલમ 304B હેઠળ, જો કોઈ વ્યક્તિ લગ્નના 7 વર્ષની અંદર મૃત્યુ પામે છે અને તે સાબિત થાય છે કે મૃત્યુ પહેલાં તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો હતો, તો તેને દહેજ હત્યા માનવામાં આવે છે. આવા કિસ્સામાં, આરોપીને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા આપી શકાય છે.

હવે આપણે વાત એલિમનીની એટલે કે,ભરણપોષણની કરીએ તો એળિમની ત્યારે આપવામાં આવે છે, જ્યારે કોઈ મહિલાના લગ્ન તૂટી જાય છે. મતલબ કે છુટાછેડાનો નિર્ણય આવતો નથી. કેટલીક વખત લગ્ન બાદ મહિલાઓને નોકરી છોડી દેવી પડે છે અને પતિ પર નિર્ભર બની જાય છે. ત્યારે જ્યારે પતિથી અલગ થાય છે તો ભરણપોષણ તેનો સહારો બને છે.

ભારતીય કાયદો પણ સ્વીકારે છે કે, ભારતમાં ઘણી સ્ત્રીઓ લગ્ન પછી ઘરની સંભાળ રાખે છે, બાળકોનો ઉછેર કરે છે અને પરિવારમાં ફાળો આપે છે, પરંતુ તેમને આ માટે કોઈ પૈસા મળતા નથી. બીજી બાજુ, જ્યારે લગ્ન તૂટી જાય છે, ત્યારે તેમની પાસે કંઈ જ બચતું નથી, ન તો નોકરી, ન તો બચત. તેથી, ભારતીય કાયદાઓએ CrPC કલમ 125 અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ ખાતરી કરી છે કે આવી સ્ત્રીઓને રહેવા, ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે પૈસા મળી શકે છે અને તેઓ તેમના બાળકોની સંભાળ રાખી શકે છે. તેમને કોઈની સામે ભીખ માંગવાની જરૂર નથી.

ભલે આજે પણ આપણે ડિજિટલ અને મોર્ડન યુગમાં જીવી રહ્યા છીએ પરંતુ ભારતમાં આજે પણ હજારો મહિલાઓના દહેજના કારણે મૃત્યું થાય છે. આની પાછળ ઘણીવાર જ્યારે છોકરીનો પરિવાર દહેજની ફરિયાદ કરે છે, ત્યારે સમાજ તેમને બદનામ કરવાનું શરૂ કરે છે. લોકો છોકરીના ચારિત્ર્ય વિશે વિવિધ રીતે વાત કરવાનું શરૂ કરે છે, જેના કારણે ઘણી વખત છોકરી અને તેનો પરિવાર ચૂપ રહે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































