કાનુની સવાલ : શું સેપરેશન પછી પણ પત્નીનો પતિની મિલકત પર અધિકાર છે ? જાણો કાનુન શું કહે છે
શું સેપરેશન પછી પત્ની તેના પતિની મિલકત પર હકનો દાવો કરી શકે છે? શું છૂટાછેડા પછી પત્નીને તેના પતિની મિલકત પર કોઈ અધિકાર નથી? જો તમારા મનમાં આવા કોઈ પ્રશ્નો હોય, તો ચાલો આજે આ જવાબો જાણીએ.

ભારતીય સમાજમાં લગ્નને 2 લોકોનું બંધન નહી પરંતુ 2 પરિવારનો સંબંધ માનવામાં આવે છે. આ કારણે જ્યારે પતિ-પત્ની અલગ થવાનો નિર્ણય લે છે. તો તેની અસર આખા પરિવાર પર પડે છે. કેટલીક વખત પતિ-પત્ની અલગ થઈ જાય છે પરંતુ પરિવારના કારણે છુટાછેડા લેતા નથી, જેને સેપરેશન નામ આપવામાં આવ્યું છે.

સેપરેશન સરળ હોતું નથી. જેમાં સંબંધો અને અધિકારોની પરિસ્થિતિ ખૂબ જટિલ બની જાય છે. ખાસ કરીને જ્યારે પતિની મિલકત પર પત્નીના અધિકારોની વાત આવે છે.સેપરેશ ઈમોશનલી અને ફાઈનેશિયલી બંન્ને રીતે મુશ્કેલ હોય છે પરંતુ છુટાછેડા ન થવાથી સેપરેશનની પરિસ્થિતિમાં પણ ભારતીય કાનુન તરફથી મહિલાઓને સેફ્ટી અને સિક્યોરિટી આપવામાં આવી છે. તો આજે આપણે સેપરેશનમાં પતિની સંપત્તિ પર પત્નીનો કેટલો અધિકાર હોય છે? તેના વિશે વિસ્તારથી જાણીએ.

પત્નીનો પતિની સંપત્તિ પર સેપરેશન બાદ કેટલો અધિકાર હોય છે અને કેટલો નહી. આ જાણવા વકીલનું કહેવું છે કે,સેપરેશનનો મતલબ એ નથી કે, તમારે તમારા પતિનું ઘર છોડવું પડશે. પતિ ઘર છોડવાનું કહે છે અને તમે છોડવા માંગતા નથી. તો આ અધિકાર પણ મહિલાઓને મળે છે.

ઘરેલું હિંસા અધિનિયમ 2005ના સેક્શન 17 હેઠળ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી કાનુન બનાવવામાં આવ્યો છે. આ કાનુન હેઠળ મહિલાઓને પતિના ઘરમાં રહેવાનો અધિકાર છે. ભલે પછી તે ઘર પતિ કે અન્ય સભ્યના નામ પર હોય. જો પતિ કે, તેના પરિવારના લોકો તમને ઘરમાંથી કાઢી મુકે છે. તો તમે કોર્ટ કે રેસીડન્સનો ઓર્ડર લઈ શકો છો.

જો પતિ-પત્નીએ સાથે કોઈ પ્રોપર્ટી ખરીદ્યી છે અને સેપરેશન બાદ પતિ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે તો તેમની પત્નીની સમંતિ લેવી પડશે. માત્ર સમંતિ નહી પરંતુ પત્નીની સહિ પણ લેવી પડશે. છુટાછેડા લેવા સુધી અને પત્નીને તેનો ભાગ કે અધિકારી મળવા સુધી પત્નીનો પતિની સંપત્તિ પર અધિકાર હોય છે.

આ અધિકાર ત્યાંસુધી સીમિત છે. જ્યારે પ્રોપર્ટી પૈતૃક હોય છે પરંતુ સ્વ-અ્જિત કે પત્ની સાથે જોઈન્ટ પ્રોપર્ટી પર અધિકારની મર્યાદા વધે છે.ભારતીય કાયદા અનુસાર, છૂટાછેડા પછી, પત્નીને પતિની મિલકતનો સંપૂર્ણ કે અડધો ભાગ મળતો નથી.

છૂટાછેડાના કિસ્સામાં, પત્નીને ફક્ત પતિની આવક, કમાણી અને મિલકત અનુસાર જ અધિકાર મળે છે. તે જ સમયે, જો પત્નીનો દરજ્જો એટલે કે કમાણી અને મિલકત પતિની સમાન હોય, તો આવા કિસ્સાઓમાં કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
