કાનુની સવાલ : કોલ રેકોર્ડ કરવો યોગ્ય છે કે ખોટું? શું કાનૂની કાર્યવાહી કરી શકાય?
શું કોઈને જણાવ્યા વગર કોલ રેકોર્ડ કરવો ગુનો છે? ભારતમાં કોલ રેકોર્ડિંગ સાથે જોડાયેલા નિયમ અને કાનુન શું કહે છે? એ જાણવા માટે કોલ રેકોર્ડિંગ ક્યારે યોગ્ય છે અને ક્યારે ગેરકાયદેસર છે. શું તેનાથી સજા થઈ શકે છે? તેના વિશે સંપૂર્ણ વિગતો જાણીએ.

આજકાલ સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગનું ફીચર નોર્મલ થયું છે. કેટલાક લોકો આનો ઉપયોગ કરે છે, કોઈ વ્યક્તિ કોઈ વાતનો પુરાવો રાખવા માટે આનો ઉપયોગ કરે છે. કાં તો પછી ઓફિશિયલ વાતચીતને સેફ રાખવા માટે છે. પરંતુ ઘણીવાર એક પ્રશ્ન ઉભો થાય છે કે શું કોલ રેકોર્ડિંગ કાયદેસર રીતે યોગ્ય છે? શું આ માટે સજા થઈ શકે છે?

આજે તમને જણાવીશું કે, કોલ રેકોર્ડિંગ સાથે જોડાયેલા ભારતમાં શું નિયમ-કાનુન છે અને કઈ પરિસ્થિતિમાં ગેરકાનુની માનવામાં આવે છે. કોલ રેકોર્ડ સંપુર્ણ રીતે ગેરકાયદેસર નથી પરંતુ આની કેટલીક શરતો પણ છે.

જો તમે બીજી વ્યક્તિની સંમતિથી કોલ કર્યો હોય, તો કોલ રેકોર્ડ કરવો કાયદેસર છે. જો તમે કોઈની પરવાનગી વિના કોલ રેકોર્ડ કરો છો, તો તેને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણી શકાય અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

ભારતમાં કોલ રેકોર્ડિંગને લઈ શું કાનુન છે. ચાલો વિસ્તારથી જાણીએ. ભારતીય દંડ સંહિતા (IPC) અને Information Technology Act, 2000 હેઠળ પરમિશન વગર કોલ રેકોર્ડ કરવો અને પછી તેના વિરુદ્ધ ઉપયોગ કરવો કે સોશિયલ મીડિયા પર નાંખવો ગુનો માનવામાં આવે છે.આ જાસૂસી, છેતરપિંડી અથવા બ્લેકમેઇલિંગની સિરીઝમાં પણ આવી શકે છે.

જો તમે પરવાનગી વગર કોઈનો કોલ રેકોર્ડ કરો છો અને તેનો દુરુપયોગ કરો છો, તો આ કલમો હેઠળ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. પીછો કરવાના કિસ્સામાં IPC કલમ 354D, ગોપનીયતા ભંગ કરવા માટે IT એક્ટ કલમ 66E, માનહાનિ માટે IPC કલમ 499 અને 500. 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

કોલ રેકોર્ડિંગ કાયદેસર રીતે ક્યારે યોગ્ય છે? જ્યારે બંન્ને વ્યક્તિ કોલ રેકોર્ડિંગ કરવા સમંત હોય. ઓફિસ કે કસ્ટમર કેર કોલમાં જ્યાં પહેલાથી જ જણાવવામાં આવે છે કે, This call is being recorded for quality and training purposes. તે સિવાય પોતાની સેફટી કે કાનુની પુરાવા માટે (આનો ઉપયોગ લિમેટડ હોવો જોઈએ)

કોઈનો કોલ રેકૉર્ડિંગ કરવો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવો કે, અન્ય કોઈ વ્યક્તિને મોકલી, ધમકાવવા કે બ્લેકમેલિંગમાં ઉપયોગ કરવો આ બધી વસ્તુઓ ગંભીર ગુનો છે. જેની તમારી સોશિયલ ઈમેજ અને ફ્યુચર બંન્ને પર અસર પડી શકે છે.

આજકાલ અનેક થર્ડ પાર્ટી એપ્સ કોલ રેકોર્ડ કરે છે અને તમારી જાણ વગર તમારી માહિતી સર્વર પર અપલોડ કરી શકે છે. આ ડેટા લીક થવાનું એક મોટું કારણ હોઈ શકે છે. હંમેશા ભરોસામંદ એપ્સનો ઉપયોગ કરો અને ફોન સેટિંગ્સ ચેક કરતા રહો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
