AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ટ્રેનના પાટાથી કેટલા દૂર તમે ઘર બનાવી શકો છો? નહીં તો, મિલકત ગેરકાયદેસર ગણાશે જાણો

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, તમે બારીની બહાર ખેતરો, બજારો અને લોકોના ઘરો જોઈ શકો છો. ક્યારેક રેલ્વે ટ્રેકની ખૂબ નજીક ઘરોની હરોળ દેખાય છે, અને ક્યારેક દુર જોવા મળે છે. શું આને લઈ રેલવેનો કોઈ નિયમ કે કાનુન છે.ચાલો જાણીએ.

| Updated on: Oct 13, 2026 | 9:39 AM
Share
પોતાનું ઘર બનાવવું દરેક લોકોનું સપનું હોય છે. કેટલાક મોટા શહેરોમાં જમીન ખરીદી મકાન બનાવવામાં આવે છે. તો કેટલાક ગામમાં બાપ-દાદાની  જમીન પર ઘર બનાવવામાં આવે છે પરંતુ જો તમારો પ્લોટ રેલવે લાઈનની બાજુમાં છે. તો નિર્માણ શરુ કરતા પહેલા જરુરી નિયમો જાણી લેવા ખુબ જરુરી છે.

1 / 8
આવું ન કરવા પર તમને રેલવે તરફથી એનઓસી અનાપતિ પ્રમાણ પત્ર લેવામાં પરેશાની થઈ શકે છે. કેટલાક મામલામાં નિર્માણની અનુમતિ પણ મળતી નથી. ત્યારે સવાલ ઉભો થાય છે કે, રેલવે ટ્રેકની પાસે ઘર બનાવવા માટે કેટલી જમીન છોડવી જરુરી છે.

2 / 8
 ભારતીય રેલવેના નિયમોમાં રેલવેની જમીનને અડીને ખાનગી અને સરકારી ઇમારતોના બાંધકામ અંગેની જોગવાઈઓ છે. આનો હેતુ ફક્ત રેલ્વેની જમીનનું રક્ષણ કરવાનો નથી પરંતુ ભવિષ્યમાં જમીન વિવાદોને રોકવાનો પણ છે.

3 / 8
રેલવેની જમીનથી કેટલા અંતરે ઘર બનાવી શકાય? ચાલો જાણીએ ભારતીય રેલવેના વર્કસ મૈનુઅલના પૈરા 827માં રેલવેની જમીનની પાસે ભવન બનાવવા સાથે જોડાયેલા નિયમોમાં ઉલ્લેખ છે. જે મુજબ રેલવે જમીનની સીમા અને ઇમારતની નજીકની કિનારા વચ્ચે આશરે 30 મીટર ખુલ્લી જગ્યા છોડવાની ભલામણ કરે છે. જો કે, સ્થાનિક પરિસ્થિતિઓ પણ આ અંતર નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે.

4 / 8
આ નિયમ સમજવા માટે એક વાત પર ખાસ ધ્યાન આપવું જરુરી છે. રેલવે ટ્રૈકની વચ્ચે થી નહી પરંતુ રેલવેની જમીનની સરહદ માપવામાં આવે છે. એટલા માટે જો તમારો પ્લોટ રેલવે લાઈનની પાસે છે. તો સૌથી પહેલા એ જાણવું જરુરી છે કે, તે  જગ્યાએ રેલવેની જમીનનો ખરેખર વિસ્તાર કેટલો છે?

5 / 8
રેલવેના નિયમો અનુસાર, રેલવે જમીનની સીમાથી 30 મીટરની અંદર બાંધકામ માટે રેલવે NOC જરૂરી છે. જોકે, આનો અર્થ એ નથી કે 30 મીટરની અંદર બાંધકામ દરેક જગ્યાએ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

6 / 8
તેથી, રેલવે લાઇનની નજીક જમીન ખરીદતા પહેલા અથવા ઘર બનાવતા પહેલા, સંબંધિત રેલવે અધિકારીઓ અને સ્થાનિક વિકાસ સત્તાવાળાઓ પાસેથી નિયમોની પુષ્ટિ કરવી વધુ સારું છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

8 / 8

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

g clip-path="url(#clip0_868_265)">