દરેક સમસ્યાનો અંત આવશે, તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ વધશે, ‘ગુરુ’ 3 રાશિના લોકોને બમ્પર લાભ આપશે!
જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે, ત્યારે તે અસ્ત થાય છે. ગ્રહ અસ્ત થવાથી તેની શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તે અશુભ પરિણામો આપવાનું શરૂ કરે છે. હાલમાં, ગુરુ મિથુન રાશિમાં અસ્તની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.

ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે અને બધા શુભ કાર્યો માટે ગુરુ ઉદય થાય એ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ જ કારણ છે કે, છેલ્લા એક મહિનાથી કોઈ લગ્ન જોવા મળી રહ્યા નથી.

9 જુલાઈના રોજ ગુરુનો ઉદય થવાનો છે. ગુરુનો ઉદય ઘણી રાશિના લોકોને ખૂબ લાભ આપશે. લોકોની જૂની સમસ્યાઓનો અંત આવશે અને ધન તેમજ સમૃદ્ધિમાં વધારો થશે. આ સિવાય પ્રગતિનો માર્ગ ખુલશે અને સફળતા દેખાવા લાગશે. તદુપરાંત, અપરિણીત લોકોના લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, ગુરુના ઉદયથી કઈ રાશિના લોકોને ફાયદો થશે.

વૃષભ રાશિના લોકો માટે દેવગુરુ 'ગુરુ'નો ઉદય થશે તો તેમને ખૂબ જ શુભ પરિણામો મળશે. આ રાશિના લોકોને જબરદસ્ત નાણાકીય લાભ મળશે. તમારી વાણીના દમ પર ઘણા કામ પૂર્ણ થશે. આ સિવાય જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. વધુમાં જોઈએ તો, તમે ધાર્મિક યાત્રા પર પણ આરામથી જઈ શકશો. તમારો પ્રભાવ વધશે અને જો તમે અપરિણીત છો, તો જીવનસાથી મળશે તેવી સંભાવના છે.

સિંહ રાશિના જાતકો માટે ગુરુનો ઉદય સકારાત્મક પરિણામો આપશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. ગુરુ ગ્રહના ઉદયથી વેપારીઓ તગડો નફો કમાઈ શકશે અને વ્યાપારમાં પણ વધારો થશે. ખાસ વાત તો એ કે, બિઝનેસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. શનિના ઢૈયાથી તમને થોડી રાહત મળી શકે છે.

કન્યા રાશિના લોકો માટે ગુરુનો ઉદય ફાયદાકારક રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ થવાની શક્યતાઓ છે. કેટલાક લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. કામમાં સુધારો થશે અને લોકો તમારી પ્રશંસા કરશે.
(Disclaimer - આ આર્ટિકલમાં આપેલી માહિતી જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે અને ફક્ત જનજાગૃતિ માટે લખવામાં આવી છે. અહીં રજૂ કરાયેલાં દાવાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.)
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.






































































