Breaking News : પૂનમબેન માડમે કોંગ્રેસ અને AAPને રાષ્ટ્રીય નેતાઓ સાથેના ફોટા બતાવવાની ચેલેન્જ ફેંકી, રાજકારણ છોડવાની જાહેરાત કરી
જામનગરમાં કાકા-ભત્રીજી વચ્ચેનો આ શાબ્દિક જંગ અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે કહ્યું કે, જો એ જાહેર મંચ પરથી કાર્યકરનો ફોટો નઈ મળે તો હું જાહેર જીવન છોડી દઈશ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે જામનગરમાં રાજકારણ તેજ બન્યું છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમે કોંગ્રેસ અને AAPને રાષ્ટ્રીય નેતાઓ સાથેના ફોટા બતાવવાની ચેલેન્જ ફેંકી રાજકારણ છોડવાની જાહેરાત કરી છે.સાંસદના પડકારને પૂર્વ સાંસદ વિક્રમ માડમે સ્વીકારી લેતા, કાકા-ભત્રીજી વચ્ચેનો આ શાબ્દિક જંગ અત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.સાંસદ પૂનમબેન માડમે જાહેર સભામાં કહ્યું કે,”પક્ષના રાષ્ટ્રીય મોટા નેતાઓ સાથેનો કાર્યકરનો ફોટો બતાવો તો રાજકારણ છોડી દઈશ”,
હું જાહેર જીવન છોડી દઈશ : સાંસદ પૂનમબેન માડમ
સાંસદ પૂનમબેન માડમે કહ્યું કે, જ્યારે પણ કોઈ વિસ્તારના પ્રશ્નોની વાત આવે છે. ત્યારે વડા પ્રધાન સીધો સંવાદ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવે છે.સાંસદ પૂનમબેન માડમે કહ્યું કે, કાર્યકરો તેમના દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ. સાંસદ પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, મોદીજી દરેક કાર્યકરને મળનારા અને સાંભળનારા નેતા છે.
તો બીજી તરફ જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે આ ચેલેન્જ સ્વીકારી છે. આ દરમિયાન પુનમ બેન માડમના કાકા વિક્રમ માડમે કહ્યું કે,નામ તમે નક્કી કરો, તમે જે ચેલેન્જ આપી તે 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર ચેલેન્જ સ્વિકારુ છું. તમે નામ ચોઈસ કરો, કોંગ્રેસના કાર્યકરને રાહુલ ગાંધી સાથે ઉભો રાખીને તેનો ફોટો પડાવીને તમે કહો તે જાહેર મંચ પર હું ડિક્લેર કરીશ.
વિક્રમ માડમે કહ્યું કે,12 વર્ષની અંદર પહેલીવાર એક મર્યાદા હતી તે મર્યાદા તૂટી રહી છે, હું મારી વાતે ઉભો રહીશ, જનતા મને ઓળખે છે.સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું છે.ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ (કાકા-ભત્રીજી) વચ્ચે સીધી લડાઈ જોવા મળી રહી છે.આગામી દિવસોમાં આ ચેલેન્જને લઈને જામનગરનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ : પુનમ માડમ જુઓ પરિવારમાં કોણ કોણ છે, અહી ક્લિક કરો
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
