Breaking News: ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ, કહ્યું-અમારા પર ખોટા આરોપો ના લગાવો
વિમલ પ્રજાપતિએ જણાવ્યું કે તેમના પરિવાર પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને લોકો તેમને ખોટા સમજી રહ્યા છે. તેમણે કહ્યું કે, “જે પણ કહેવું હોય તે FSL રિપોર્ટ આવ્યા બાદ જ કહેવું જોઈએ.”
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં હવે પરિવાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. બાળકીના પિતા વિમલ પ્રજાપતિએ લોકો સમક્ષ અપીલ કરતાં પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
બાળકીના પિતાએ આરોપો નકારી કાઢ્યા
વિમલ પ્રજાપતિએ જણાવ્યું કે તેમના પરિવાર પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને લોકો તેમને ખોટા સમજી રહ્યા છે. તેમણે કહ્યું કે, “જે પણ કહેવું હોય તે FSL રિપોર્ટ આવ્યા બાદ જ કહેવું જોઈએ.”
જે કેહવું હોય તે FSL રિપોર્ટ આવ્યા બાદ કેહજો
તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની સાથે જે ઘટના બની હતી તે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે પોલીસને આપી દીધી છે. “ખિરાથી અમારી તબિયત બગડી તે વાત અમે પોલીસને જણાવી હતી.
પરિવાર બાળકીઓના મોતથી આઘાતમાં
વિમલ પ્રજાપતિએ પોતાના પરિવાર વિશે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમના માતા-પિતા ખૂબ સારા છે અને પરિવાર હાલમાં આ દુખદ ઘટનાને કારણે ભારે આઘાતમાં છે.આ કેસને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને હવે FSL રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થવાની સંભાવના છે.
પોલીસ અને FSLની ટીમ તપાસમાં લાગી
થોડા દિવસ પહેલા ડોસા ખાવાથી પરિવારની તબીયત લથડી હોવાનું સામે આવ્યું હતુ જેમાં એક બાળકીનું શંકાસ્પદ મૃત્યું થયું તે બાદ બીજી બાળકી પણ મૃત્યુ પામી અને બાળકીના માતા-પિતા હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ પિતાની તબીયત સ્થીર થતા તેમને રજા મળી ગઈ છે અને પોલીસ હાલ તેમની પુછપરછ કરી રહી છે. આ અંગે હજુ FSLનો રિપોર્ટ સામે આવ્યો નથી. પણ બાળકીઓના પિતાનું કહેવું છે તેમણે તેમની બન્ને બાળકીઓને નથી મારી, મૃત્યુ ઢોંસા ખાવાથી થયું છે હવે જ્યાં સુધી રિપોર્ટ સામે નહીં આવે ત્યાં સુધી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી શકાશે નહી. ત્યારે પોલીસ અને FSLની ટીમ કામે લાગી છે.
Breaking News : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો બિનહરીફ ઉમેદવારોમાં નવો વિક્રમ, 720 બેઠકો પર જીત નિશ્ચિત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો

