Stock Market : રોકાણકારોના શ્વાસ અધ્ધર ! આ IPO એ મોટો ફટકો આપ્યો, લિસ્ટિંગ સમયે જ ખરો દાવ કર્યો
આ વર્ષે શેરબજારમાં ઘણા બધા IPO આવ્યા છે. આમાંથી કેટલાક IPO એ પ્રભાવશાળી લિસ્ટિંગ આપ્યું છે, જ્યારે કેટલાક IPO એ રોકાણકારોને ચોંકાવી દીધા છે.

SSMD એગ્રોટેક ઇન્ડિયાના શેર સોમવારે લિસ્ટ થયા હતા. તેની લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને મોટો ફટકો પડ્યો. SSMD ના શેર IPO કિંમતથી 40 ટકા ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થવા લાગ્યા.

SSMD એગ્રોટેક ઇન્ડિયાએ તેના IPO માટે ₹121 ની ઇશ્યૂ કિંમત નક્કી કરી હતી પરંતુ તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના SME પ્લેટફોર્મ પર ફક્ત ₹73 પર લિસ્ટેડ થયા. આનો અર્થ એ થયો કે, રોકાણકારોને પહેલા દિવસે પ્રતિ શેર ₹48 નું નુકસાન થયું. લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ઝીરો હતું.

કંપનીએ આ પબ્લિક ઓફરિંગ દ્વારા ₹34 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી હતી. આ IPO 25 નવેમ્બરના રોજ ખૂલ્યો અને 27 નવેમ્બરના રોજ બંધ થયો. આમાં અંદાજિત 28 લાખ ફ્રેશ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવ્યા. આમાં ઓફર ફોર સેલ નહોતી. IPO માટે 1000 શેરનો એક લોટ નક્કી કરવામાં આવ્યો હતો. રીટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે બોલી લગાવવાની જરૂર હતી.

પબ્લિક ઓફરિંગમાં કુલ 1.62 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.62 ગણું બિડ મળ્યું, જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 5.33 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. વધુમાં રીટેલ રોકાણકારોએ 2.54 ગણું બુકિંગ કર્યું.

કંપની નવા ઇશ્યૂમાંથી એકત્ર કરાયેલા ફંડનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેવાની ચુકવણી માટે કરશે. કંપનીએ નવી D2C ડાર્ક સ્ટોર સુવિધા સ્થાપવા માટે ₹2.04 કરોડ ફાળવ્યા છે.

વધુમાં, ₹97 લાખનો ઉપયોગ તેના આગામી નમકીન મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે મશીનરી ખરીદવા પાછળ કરવામાં આવશે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર
