Gujarati News » Photo gallery » Injury to the elbow feels like a current. Find out what's the reason behind it
Knowledge: કોણીમાં વાગે તો કરંટ જેવો અનુભવ થાય છે, જાણો શું છે તેની પાછળનું કારણ
તમારી સાથે ઘણી વાર એવું બન્યું હશે કે જ્યારે તમારી કોણી કોઈ જગ્યાને અથડાય ત્યારે કરંટ જેવો આંચકો લાગે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે અને આ આંચકો શા માટે અનુભવાય છે?
કોણી પર કોઈ વસ્તુ અથડાતાં અચાનક કરંટનો અહેસાસ થાય છે. તજજ્ઞો કહે છે કે, કોણીના આ હાડકાને સામાન્ય ભાષામાં ફની બોન્સ કહેવામાં આવે છે. જ્યારે આ હાડકું કોઈપણ સખત વસ્તુ સાથે અથડાય છે, ત્યારે તેના કારણે કરંટ આવે છે, તેનું મુખ્ય કારણ અલ્નાર નર્વ છે જે આ ભાગમાંથી પસાર થાય છે. આ હાડકાને ફની બોન્સ કેમ કહેવાય છે અને કરંટ જેવો આંચકો કેમ આવે છે, જાણો આ સવાલોના જવાબ…
1 / 5
બીબીસીના અહેવાલ મુજબ ખભા અને કોણીની વચ્ચેના હાડકાને હ્યુમરસ કહેવામાં આવે છે. તેનું નામ હ્યુમર, ફની બોન્સ શબ્દ પરથી પડ્યું છે. અન્ય અહેવાલો કહે છે કે, જ્યારે આ હાડકાને કોઈ પણ વસ્તુ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગે છે. જો કે વાસ્તવમાં આ ઘટના બને ત્યારે ખરેખર તે ઇલેકટ્રીક શૉક હોતો નથી. તેથી તેને હ્યુમરસ બોન્સ નામ આપવામાં આવ્યું છે. હવે ચાલો સમજીએ કે આવુ શા માટે અનુભવાય છે.
2 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરીરમાં અલ્નાર નર્વ છે. આ નર્વ એટલે કે નસ કરોડરજ્જુમાંથી નીકળે છે અને ખભા દ્વારા આંગળી સુધી પહોંચે છે. આ ચેતા કોણીના હાડકાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેથી, જ્યારે પણ આ નસ પર કંઈક ત્રાટકે છે, ત્યારે વ્યક્તિને લાગે છે કે તેની અસર હાડકા પર થઈ છે, જ્યારે તેની અસર અલ્નાર નર્વ પર થતી હોય છે. જ્યારે આવું થાય છે, ત્યારે ચેતાતંતુઓ મગજમાં સંકેતો પહોંચાડે છે અને જ્યારે પ્રતિક્રિયા આવે છે ત્યારે કરંટ જેવો આંચકો અનુભવાય છે.
3 / 5
રિપોર્ટ અનુસાર કોણીમાંથી પસાર થતો ભાગ ત્વચા અને ચરબીથી ઢંકાયેલો છે. જ્યારે કોણી કોઈ વસ્તુને અથડાય છે, ત્યારે આ નસને આંચકો લાગે છે. જો સાદી ભાષામાં સમજીએ તો, આ ભાગમાં ઈજાનો અર્થ થાય છે અલ્નર નર્વને ઈજા. ચેતા પર સીધું પડતું આ દબાણ તીક્ષ્ણ કળતર, પીડાના સ્વરૂપમાં અનુભવાય છે.
4 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોણીમાં દુખાવો અનુભવવા માટે ફની હાડકાં નહીં પરંતુ અલ્નર નર્વ જવાબદાર છે. તેથી, જો કોણીમાં કળતર અથવા વિચિત્ર દુખાવો અનુભવો છો, તેનું કારણ હ્યુમરસ બોન્સ નથી, પરંતુ તે નસો છે જે તેને બચાવવા માટે કામ કરે છે.