AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ ખસેડવાનો આદેશ, પાકિસ્તાન SCએ કેમ લીધો મોટો નિર્ણય?

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની તબિયત લથડતાં સુપ્રીમ કોર્ટે તેમને જેલમાંથી હોસ્પિટલ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. જમણી આંખની ગંભીર બીમારીને કારણે તેમને 16 સપ્ટેમ્બર સુધી સારવાર હેઠળ રાખવામાં આવશે.

| Updated on: Aug 18, 2026 | 4:38 PM
Share
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને જેલમાંથી તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે ઇમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. તેમની તબિયત, ખાસ કરીને તેમની જમણી આંખની સ્થિતિ અંગે ચાલી રહેલા લાંબા વિવાદ વચ્ચે આ આદેશ આવ્યો છે. જોકે જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે તેમની દ્રષ્ટિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

1 / 6
રોઇટર્સના અહેવાલ મુજબ, ઇમરાન ખાનના પ્રવક્તા નઈમ હૈદર પંજુથાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ખાનને 48 કલાકની અંદર શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવા અને 16 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રાખીને સારવાર આપવાનો આદેશ કર્યો છે.

2 / 6
પીટીઆઈએ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું: ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ આ આદેશનું સ્વાગત કર્યું છે, પરંતુ સાથે એ પણ ઉમેર્યું છે કે આ નિર્ણય અગાઉ આવવો જોઈતો હતો. પીટીઆઈના પ્રવક્તા ઝુલ્ફીકાર બુખારીએ જણાવ્યું કે, "આ ઘણો આવકારદાયક નિર્ણય છે અને અમે ઈચ્છીએ છીએ કે આ નિર્ણય વહેલો લેવાયો હોત જેથી તેમની આંખ અને સામાન્ય સ્વાસ્થ્ય આટલું ન બગડ્યું હોત." બુખારીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી ડોક્ટરો સંતુષ્ટ ન થાય ત્યાં સુધી ખાનને હોસ્પિટલમાં જ રાખવા જોઈએ.

3 / 6
આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે જેલ પ્રશાસને કોર્ટને માહિતી આપી હતી કે ખાનની આંખની સ્થિતિ ઘણી સુધરી છે અને તેમની દ્રષ્ટિ લગભગ સામાન્ય થઈ ગઈ છે. જાન્યુઆરીના અંતમાં તેમની આંખમાં 'રાઈટ સેન્ટ્રલ રેટિનલ વેઈન ઓક્લુઝન' (CRVO) નામની બીમારી સામે આવ્યા બાદ તેમને ઘણી વખત ઇસ્લામાબાદની પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રાવલપિંડીની અદિયાલા જેલ સત્તાવાળાઓએ તેમની આંખની સારવાર અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.

4 / 6
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) અને પરિવારે સ્વાસ્થ્ય અંગે વ્યક્ત કરી હતી ચિંતા: 73 વર્ષીય ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી વિવિધ કેસોમાં દોષિત ઠર્યા બાદ જેલમાં બંધ છે. ખાને હંમેશાં એવો દાવો કર્યો છે કે 2022માં વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ તેમની સામે રાજકીય કિન્નાખોરીથી ખોટા કેસો કરવામાં આવ્યા છે.

5 / 6
તેમના પુત્રોએ જેલમાં તેમની કથળતી તબિયત અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે તેમના વકીલોએ જણાવ્યું હતું કે જેલમાં રહેવા દરમિયાન તેમની જમણી આંખની રોશનીમાં મોટું નુકસાન થયું છે. આખરે પરિવાર અને પાર્ટીની સતત માંગણીઓ બાદ સુપ્રીમ કોર્ટે તેમને યોગ્ય સારવાર અપાવવાનો આદેશ આપ્યો છે.

6 / 6

ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">