New traffic rules : રસ્તા પર ગાડી ચલાવતી વખતે આ નિયમો જરુર ફોલો કરો, બાકી આવશે મોટો દંડ
જો તમે પણ બાઈક કે સ્કુટર ચલાવી રહ્યા છો તો ઘરેથી નીકળતા પહેલા આ સમાચાર જરુર વાંચી લો, કારણ કે, જો આ ટ્રાફિક નિયમો તોડ્યો તો મોટો દંડ આવી શકે છે.

ભારતમાં કાર ચલાવવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. અહીં ડ્રાઇવિંગ કરતી વખતે વ્યક્તિએ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ખૂબ જ સજાગ રહેવું જોઈએ. ટ્રાફિક નિયમો આપણી અને અન્યની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. અહીં અમે તમને એવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ. તેથી, દંડ ન થાય તે માટે, વ્યક્તિએ આ નિયમનું પાલન કરવું ખુબ જરુરી છે.

બાઈક અને સ્કુટર ચલાવનારા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જરુરી છે. કારણ કે, જો આ નિયમનો ભંગ કર્યો તો મોટો દંડ પણ આવી શકે છે.જે લોકો આ નિયમનો ભંગ કરે છે, તો તેનો દંડ ફટકારવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મોટાભાગના ભાગોમાં લોકો ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા નથી અને લોકો અકસ્માતનો ભોગ બને છે. નવા નિયમ મુજબ જો કોઈ ટુ-વ્હીલર સવાર સાથે બેસે છે, તો તેના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે.

મોટા ભાગના લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવતા હોય છે. ગાડી ચલાવતી વખતે માત્ર તમારી પાસે લાઈસન્સ હોવું ફરજિયાત નથી સાથે એ પણ જાણી લેવું કે, લાઈસન્સની એક્સપાયરી ડેટ તો પૂરી થઈ નથી ગઈ ને. આ ટ્રાફિકના નિયનનું ઉલ્લંધન કર્યું તો 500થી લઈ 5,000 રુપિયા સુધીનો દંડ આવી શકે છે.જો તમે ફાસ્ટ રાઈડિંગના શોખીન છો અને તમને હંમેશા સ્પીડ રાઈડિંગ કે રેસિંગ ગમે છે, તો તમને જણાવી દઈએ કે આ પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે.

જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ કરો છો, તો તમને આ માટે પણ મોટું ચલણ મળી શકે છે.અનેક વખત બાઈક પર ચાર-પાંચ વ્યક્તિ એકસાથે બાઇક કે સ્કૂટર પર સવારી કરે છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે ટુ-વ્હીલરનો અર્થ બે લોકો માટે હોય છે. જો બાઈક પરથી વધારે લોકો બેઠા હોય તો પણ દંડ આવી શકે છે.

રોડ સેફ્ટી માટે ટ્રાફિક સિગ્નલ બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, લાલ લાઇટ પર રોકવું, ગ્રીન સિગ્નલ હોય ત્યારે જવું અને પીળી લાઇટ પર સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતમાં રોડ ટ્રીપ હંમેશા એક રોમાંચક અનુભવ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં ટોલ પ્લાઝાથી રસ્તાઓનો ઝડપી વિકાસ થયો છે. ટોલ પ્લાઝાના સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































