મર્યાદા કરતા વધારે સોનું રાખવું પડી શકે છે ભારે, જાણો ઘરમાં કેટલુ સોનું રાખી શકાય ?
અત્યારે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. અને તે અત્યારે રોકાણ કરવા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે.સામાન્ય રીતે ઘરમાં સોનું રાખવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે જાણો છો ઘરે સોનું રાખવા માટે પણ મર્યાદા રાખવામાં આવેલ છે.

આપણે બધા જ જાણીએ છીએ કે દિકરીના લગ્ન સમયે તેને સ્ત્રીધન તરીકે સોનાના ઘરેણા આપવામાં આવે છે. જે તેનો આર્થિક કટોકટીના સમયમાં ઉપયોગ કરી શકે.

આવકવેરા અધિનિયમ 1961ની કલમ 132 અનુસાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનાની જ્વેલરી મળે તો ઈન્કમ ટેક્સ અધિકારી તેને જપ્ત કરી શકે છે.

કાયદા અનુસાર પરિણીત મહિલા 500 ગ્રામ સોનું પોતાની સાથે રાખી શકે છે. જો તેના કરતા વધારે સોનું હોય તો તેને ટેક્સ અધિકારી જપ્ત કરી શકે છે.

જો અપરિણીત મહિલા 250 ગ્રામ સુધીનું સોનું પોતાની સાથે રાખી શકે છે. જ્યારે પુરુષોને માત્ર 100 ગ્રામ સોનું રાખવાની છૂટ છે.

જો તમારી વાર્ષિક આવક 50 લાખથી વધુ છે.તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્નમાં સોનાના દાગીના અને તેની કિંમતની વિગતો આપવી જરુરી છે. જો નિર્ધારિત મર્યાદા કરતા વધારે સોનું તમારી પાસે હોય તો તેના બિલ અથવા તો તમને કોઈ પણ અન્ય વ્યક્તિએ સોનું વારસામાં આપ્યુ હોય તો તેના માન્ય પુરાવા હોવા જરુરી છે.