PDF File પરથી કેવી રીતે હટાવી શકાય પાસવર્ડ? આ ટીપ્સથી થઈ જશે તમારુ કામ સરળ
Tech Tips: પીડીએફ ફાઈલમાંથી પાસવર્ડ દૂર કરવા માટે યુઝર્સ ઈન્ટરનેટ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેને કોઈપણ વેબસાઈટ પરથી સરળતાથી દૂર કરી શકે છે. એવી ઘણી વેબસાઇટ્સ છે જે એકાઉન્ટ અને વ્યક્તિગત વિગતો લીધા વિના કામ કરે છે.

પીડીએફ ફાઈલ હવે સામાન્ય જરૂરિયાત બની ગઈ છે. બિલ ડાઉનલોડ, ઓનલાઈન આધાર કે અન્ય કોઈ જરુરી ડોક્યુમેન્ટ બધા પર પાસવર્ડ સેટ હોય છે. આવી સ્થિતિમાં જો તમે આ ડેટા કોઈની સાથે શેર કરો છો અને તેના પરનો પાસવર્ડ હટાવતા નથી, તો સામેના યુઝરને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરવું ખૂબ જ સરળ છે. આ માટે ન તો તમારે પૈસા ખર્ચવાની જરૂર છે અને ન તો કોઈની પાસે જવાની જરૂર છે. બસ કેટલાક સરળ સ્ટેપથી તમે આ કામ કરી શકો છો.

પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરવા માટે યુઝર્સ ઇન્ટરનેટ ટૂલ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેને કોઈપણ વેબસાઇટ પરથી સરળતાથી દૂર કરી શકે છે. નોંધનીય બાબત એ છે કે આ કામ માત્ર 1 મિનિટમાં થઈ જાય છે.

પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરવા માટે, ક્રોમ બ્રાઉઝરમાં પીડીએફ પાસવર્ડ રીમુવરને સર્ચ કર્યા પછી, કેટલીક વેબસાઇટ્સ દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને પીડીએફ ફાઇલમાંથી પાસવર્ડ દૂર કરી શકાય છે.

આ રીતે તમે સરળતાથી પીડીએફમાંથી પાસવર્ડ હટાવી શકો છો.