AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિકેનિકની વાત પર તરત વિશ્વાસ ન કરો ! પહેલા આ રીતે ચેક કરો ACમાં ખરેખર ગેસ છે કે નહીં

ઘણી વખત ACની સર્વિસ પછી મિકેનિક કહે છે કે એસીમાં ગેસ ખતમ થઈ ગયો છે, અને જાણકારીના અભાવે લોકો તરત જ તેની વાત માની લે છે. પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા તમે કેટલીક સરળ રીતોથી જાતે પણ ચકાસી શકો છો કે ખરેખર ACમાં ગેસ ઓછો છે કે નહીં.

| Updated on: May 20, 2026 | 5:54 PM
Share
સામાન્ય રીતે ACમાં ગેસ ત્યારે જ ઓછો થાય છે જ્યારે પાઇપમાં ક્યાંક લીકેજ હોય. જો લીકેજ શોધ્યા વગર માત્ર ગેસ ભરાવી દેવાય, તો થોડા સમયમાં ગેસ ફરીથી ઓછો થઈ શકે છે અને તમારા પૈસા વ્યર્થ જાય. તેથી ACની સર્વિસ કરાવતા પહેલા જાતે ચકાસવું જરૂરી છે કે ખરેખર ગેસની સમસ્યા છે કે નહીં. હવે જાણીએ તેને ઓળખવાની સરળ રીતો

1 / 6
એસીમાં ગેસ ઓછો થયો હોય તો સૌથી પહેલા તેની કૂલિંગ પર અસર જોવા મળે છે. એટલે કે, એસી રૂમને પહેલાં જેટલું ઝડપથી અથવા સારી રીતે ઠંડુ કરતું નથી. તેથી મિકેનિકને બોલાવતા પહેલા થોડા સમય માટે એસી ચલાવીને ચકાસો કે રૂમ યોગ્ય રીતે ઠંડો થાય છે કે નહીં. જો એસીમાંથી હજુ પણ સારી ઠંડી હવા આવી રહી હોય, તો સામાન્ય રીતે તેનો અર્થ થાય છે કે ગેસ પૂરતો છે.

2 / 6
જો એAC થોડો સમય ચાલ્યા પછી તેની કોઇલ પર બરફ દેખાવા લાગે, તો તે ગેસ ઓછો હોવાનો ઈશારો હોઈ શકે છે. ગેસની માત્રા ઘટે ત્યારે કોઇલ જરૂર કરતાં વધુ ઠંડી થઈ જાય છે, જેના કારણે હવામાં રહેલી ભેજ બરફમાં ફેરવાઈ જાય છે. તેથી, જો એસી પર વારંવાર બરફ જામતો દેખાય, તો ગેસ લીકેજ અથવા ગેસ ઓછો થવાની શક્યતા હોઈ શકે છે.

3 / 6
એસી ચાલુ હોય ત્યારે આઉટડોર યુનિટના તાંબાના પાઈપ ચેક કરો. સામાન્ય રીતે બંને પાઈપ ઠંડા હોય છે અને તેના પર પાણીના ટીપાં દેખાય છે, ખાસ કરીને જાડો પાઈપ વધારે ઠંડો હોય છે. જો પાઈપ ઠંડા ન લાગે અથવા પાતળા પાઈપ પર બરફ જામવા લાગે, તો એસીમાં ગેસ ઓછો હોવાનો સંકેત હોઈ શકે છે.

4 / 6
એસીમાં ગેસ લીક છે કે નહીં તે જાણવા માટે બબલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં પાઈપના જોડાણ પર સાબુનું દ્રાવણ લગાવવામાં આવે છે. જો જ્યાં ગેસ લીક થતો હોય ત્યાં તમને પરપોટા દેખાય છે. પરપોટા ન બને તો સામાન્ય રીતે ગેસ લીક નથી માનવામાં આવતું.

5 / 6
એસીને લગભગ 10 મિનિટ ચાલુ રાખ્યા પછી આઉટડોર યુનિટના પંખા પાસે હાથ રાખો. જો એસીમાં ગેસ પૂરતો હોય, તો પંખામાંથી ગરમ હવા આવશે. પરંતુ હવા સામાન્ય કે ઠંડી લાગે, તો ગેસ ઓછો હોવાની શક્યતા રહે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં

છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video

કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો

Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video

Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video

Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે

વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા

જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ

g clip-path="url(#clip0_868_265)">