AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ચાલુ સિરીઝની વચ્ચે લીધો મોટો નિર્ણય

ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટર કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે, તે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. અચાનક નિવૃત્તિની જાહેરાત કરી કેને ફેન્સને ચોંકાવી દીધા હતા. આ સાથે જ વિલિયમસની 16 વર્ષની સફળ કારકિર્દીનો અંત આવ્યો હતો.

| Updated on: Jun 12, 2026 | 5:13 PM
Share
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 35 વર્ષીય વિલિયમસને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. આ સાથે જ તેની 16 વર્ષની લાંબી અને શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો છે.

1 / 8
કેન વિલિયમસને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન આ નિર્ણય લીધો હતો. આ શ્રેણીની પહેલી મેચમાં કિવી ટીમને હાર મળી હતી. જે બાદ અચાનક વિલિયમસને નિવૃત્તિની જાહેરાત કરતા હવે તે આ શ્રેણીમાં નહીં રમે.

2 / 8
નિવૃત્તિની જાહેરાત કરતા વિલિયમસને કહ્યું, "હું ઘણા સમયથી વિચારી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં, તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે. મને ગર્વ છે કે મેં ન્યૂઝીલેન્ડ માટે રમેલી દરેક મેચમાં સર્વસ્વ આપ્યું છે. હું ભાગ્યશાળી છું કે હું મારી શરતો પર રમત છોડી રહ્યો છું."

3 / 8
2010 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેન તરીકે વિદાય લીધી હતી. તેણે ન્યૂઝીલેન્ડ માટે 378 મેચ રમી અને ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યા હતા.

4 / 8
કેન વિલિયમસને ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ 19,346 રન બનાવ્યા, જેમાં 48 સદી અને 103 અડધી સદીનો સમાવેશ થાય છે. તે 9,515 રન અને 33 સદી સાથે ન્યૂઝીલેન્ડનો સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેન પણ છે.

5 / 8
કેન વિલિયમસને  2016 થી 2024 સુધી કિવી ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને 2021 માં સૌપ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) જીતી હતી.

6 / 8
કેન વિલિયમસનની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડ 2019 ODI વર્લ્ડ કપ અને 2021 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે બંને વાર ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં હાર્યું હતું અને રનર અપથી સંતોષ માનવો પડ્યો હતો.

7 / 8
કેન વિલિયમસનને 2019 ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. કેન વિલિયમસને 2019 માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. (PC:PTI/X/ICC)

8 / 8

Breaking News: ટીમ ઈન્ડિયાનો આયર્લેન્ડ પ્રવાસ થશે રદ ? બેલફાસ્ટમાં રમખાણોએ BCCIની વધારી ચિંતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">