AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ, બ્રિટિશ હાઈ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ Video

Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ, બ્રિટિશ હાઈ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2026 | 12:13 PM
Share

આજે અમદાવાદની દુ:ખદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે.બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમેરોન ઘટના સ્થળ પર પહોચ્યા હતા. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

12 જૂન 2025નો દિવસ કોઈ ભૂલી શકશે. નહી કારણ કે, આ તારીખે એક એવી ઘટના બની હતી. જે સાંભળી આજે પણ લોકો ધ્રુજી જાય છે.અમદાવાદ ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં બ્રિટિશ હાઈકમિશનર લિન્ડી કેમરોને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.પ્લેન ક્રેશમાં હોસ્ટેલ પાસે એક બાળકનું પણ મોત થયું હતું.ચાની કિટલી ચલાવતા પરિવારના 15 વર્ષના બાળકનું મોત થયું હતું. મૃતકના પરિવાજનોએ મૃતક બાળકને શ્રદ્ધાંજલી આપી હતી.બાળકના પરિવારમાં પણ આક્રંદ છવાયો છે.

અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા.. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું હતુ. મોટો બ્લાસ્ટ થયો હતો.

( વીથ ઈનપુટ :હરિન માત્રાવાડિયા)

 

 

એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">