AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે રાજ્ય સરકાર રૂ. 547 કરોડના ખર્ચે આરોગ્ય મંદિર, શિક્ષણ મંદિર બનાવશે

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે રાજ્ય સરકાર રૂ. 547 કરોડના ખર્ચે આરોગ્ય મંદિર, શિક્ષણ મંદિર બનાવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2026 | 2:18 PM
Share

અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી તે સ્થળ ઉપર આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 295 કરોડના ખર્ચે, પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર અને ફિઝિયોથેરાપી કોલેજ ઉપરાંત 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરના અસારવા સિવીલ હોસ્પિટલ સંકુલ નજીક ગયા વર્ષે થયેલ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ આજે 12 જૂન 2026ના રોજ પૂર્ણ થયુ છે. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનશેરીયાએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે રાજ્ય સરકાર વતી એક જાહેરાત કરી હતી કે, વિમાન દુર્ઘટના સ્થળે આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરનું નિર્માણ કરાશે.

અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી તે સ્થળ ઉપર આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 295 કરોડના ખર્ચે, પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર અને ફિઝિયોથેરાપી કોલેજ ઉપરાંત 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.

આ ઉપરાંત પરણીત પીજીના વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળના 8 બ્લોક બનાવાશે. જેમાં કૂલ 510 ફ્લેટ હશે જેની બાંધકામ કિંમત રૂપિયા 192 કરોડ થશે. સિવીલ હોસ્પિટલ સંકુલના 800 વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન બિલ્ડિંગ બનાવવામાં આવશે. જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત એક માળનું હશે જેની કિંમત આશરે 10 કરોડ હશે.

સરકારે વિમાન દુર્ઘટના થઈ તે સ્થળે, આશરે 50 કરોડના ખર્ચે NABLના ધારાધોરણ મુજબની ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 7 માળની ફૂડ એન્ડ ડ્રગ્સ અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણ મંદિરના પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ, આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આરોગ્યની આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.

Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ, બ્રિટિશ હાઈ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">