Breaking News : BHELને મળ્યો મોટો પાવર પ્રોજેક્ટ ! શેરધારકો માટે આવી શકે છે ખુશખબર
તાજેતરના વિકાસ અને નવા વ્યવસાયિક અવસરોને કારણે કંપનીના ભવિષ્યના વિકાસ અંગે બજારમાં આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારોનું ધ્યાન આ શેર તરફ આકર્ષિત થયું છે.

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ને દામોદર વેલી કોર્પોરેશન (DVC), કોલકાતાથી 1x800 મેગાવોટ દુર્ગાપુર સુપરક્રિટિકલ થર્મલ પાવર સ્ટેશન પ્રોજેક્ટ માટે લિમિટેડ નોટિસ ટુ પ્રોસીડ (LNTP) પ્રાપ્ત થઈ છે. આ મંજૂરી હેઠળ કંપની પ્રોજેક્ટ માટે જરૂરી એડવાન્સ એન્જિનિયરિંગ કામગીરી શરૂ કરશે તેમજ મહત્વપૂર્ણ અને લાંબા સમયગાળાના સાધનોની ખરીદી પ્રક્રિયા આગળ વધારશે.

કંપની અગાઉથી જ આ પ્રોજેક્ટના મેઇન પ્લાન્ટ પેકેજ (બોઇલર, ટર્બાઇન અને જનરેટર) માટે સફળ બોલીદાતા તરીકે પસંદ થઈ ચૂકી છે. LNTP જારી થયાની તારીખથી આગામી 10 મહિનામાં પ્રાથમિક કામગીરી પૂર્ણ થયા બાદ DVC દ્વારા મુખ્ય સપ્લાય અને એક્ઝિક્યુશન ઓર્ડર BHELને આપવામાં આવવાની શક્યતા છે. આ LNTP કરારનું મૂલ્ય GST સિવાય રૂ. 90 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે, જે BHEL માટે મહત્વપૂર્ણ વ્યવસાયિક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ના શેર હાલમાં રોકાણકારોના ધ્યાનનું કેન્દ્ર બન્યા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1.31 લાખ કરોડથી વધુ છે, જ્યારે શેરનો વર્તમાન ભાવ રૂ. 377 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તાજેતરમાં કંપનીને મળેલા નવા પ્રોજેક્ટ્સ અને ઓર્ડર્સને કારણે બજારમાં BHEL અંગે સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, શેરનો P/E રેશિયો 82 હોવાનું દર્શાવે છે કે રોકાણકારો કંપનીના ભવિષ્યના વિકાસ પર મોટો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

કંપનીના નાણાકીય આંકડાઓ પર નજર કરીએ તો BHEL ની બુક વેલ્યુ રૂ. 75.1 છે, જ્યારે ROCE 8.51% અને ROE 6.29% નોંધાયું છે. કંપની પાસે રૂ. 25,450 કરોડથી વધુ રિઝર્વ છે, જે તેની નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે. બીજી તરફ, કંપની પર રૂ. 8,187 કરોડનું દેવું પણ છે, જેને રોકાણકારોએ ધ્યાનમાં લેવું જરૂરી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શેરહોલ્ડર્સની સંખ્યામાં વધારો થયો છે, જે કંપની પ્રત્યે વધતા વિશ્વાસનો સંકેત માનવામાં આવે છે.

વિશ્લેષકોના મતે, સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટર પર વધતા ખર્ચનો લાભ BHEL ને આગામી સમયમાં મળી શકે છે. જો કંપની સતત નવા ઓર્ડર્સ મેળવતી રહેશે અને તેની આવક તથા નફામાં સુધારો થશે, તો શેરમાં લાંબા ગાળે વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. જોકે, કોઈપણ રોકાણ કરતા પહેલાં કંપનીના મૂલ્યાંકન, જોખમો અને બજારની સ્થિતિનું યોગ્ય વિશ્લેષણ કરવું જરૂરી છે. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ
