Children Ticket : બસમાં કેટલી વર્ષના બાળકો મફતમાં મુસાફરી કરી શકે ? જાણો
ટ્રેન ફ્લાઈટ અને બસમાં બાળકો માટે મુસાફરીના નિયમ બનાવવામાં આવ્યા છે. અમુક ઉંમર સુધીના બાળકો બસમાં મફતમાં મુસાફરી કરી શકે છે. તો ચાલો આજે આપણે જાણી કઈ ઉંમરના બાળકો બસમાં મફતમાં મુસાફરી કરી શકે.

દિવાળી આવી રહી છે અને તમે પણ પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમારા માટે એક ખુબ જ જરુરી વાત લઈને આવ્યા છે. જે તમને ટ્રાવેલ દરમિયાન ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ફ્લાઈટ, ટ્રેન અને બસમાં દરરોજ ભારતમાં કરોડો લોકો મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુસાફરી કરે છે. જેમાં કેટલાક લોકો બસમાં તો કેટલાક લોકો ટ્રેન અને ફ્લાઈટમાં મુસાફરી કરે છે.

જ્યારે ફરવાની વાત આવે તો બધા ખુબ જ ખુશ થાય છે. પરિવારની સાથે નાના-બાળકો પણ ટ્રાવેલ કરતા હોય છે. શું તમને ખબર છે કે, બાળકો બસમાં તમારી સાથે મુસાફરી કરી રહ્યા છે. તો તેની ટિકિટ લેવી પડશે. કેટલા વર્ષના બાળકોની બસમાં ટિકિટ લેવી જરુરી છે.

ટ્રેનમાં જો તમારું બાળક 5 વર્ષનું છે. તો ટિકિટ લેવાની જરુર રહેતી નથી. તેવી જ રીતે જો તમે બાળકો સાથે ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો. 2 વર્ષ સુધીના બાળકો ફ્લાઈટમાં મફતમાં મુસાફરી કરી શકે છે.

હવે આપણે જો બસની વાત કરીએ તો બસમાં સરકારી અને પ્રાઈવેટ બંન્નેમાં અલગ અલગ નિયમ હોય છે. સમાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જો સીટ પર ન બેસે તો તેમને ભાડું ચૂકવવું પડતું નથી. 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ભાડું લેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ફ્લાઈટ બસના નિયમોમાં ફેરફાર થતાં હોય છે. જો ટ્રાવેલ કરતા પહેલા તમારે એક વખત એરલાઇન અને બસ ઓપરેટર સાથે વાત કે જરુરી તપાસ કરવી જોઈએ. ટ્રેનના નિયમો ભારતીય રેલ્વે દ્વારા લાગુ કરવામાં આવે છે અને બધી ટ્રેનોને લાગુ પડે છે. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
