AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાળકોનું ભવિષ્ય સુધરી જશે! આંખ બંધ કરીને આ ‘4 સરકારી સ્કીમ’માં રોકાણ કરી દો, મોંઘવારી પણ નહીં નડે

વર્ષ-દર-વર્ષે વધતા જતા ફુગાવાને કારણે શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. એવામાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારની આ 4 યોજનામાં કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં તમને કોઈપણ જોખમ વગર ઉત્તમ વળતર મળી શકે છે.

| Updated on: May 31, 2026 | 4:17 PM
Share
દર વર્ષે વધતા જતા ફુગાવાને કારણે શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. એવામાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારની આ 4 યોજનામાં કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં તમને કોઈપણ જોખમ વગર ઉત્તમ વળતર મળી શકે છે.

1 / 5
NPS વાત્સલ્ય ખાસ કરીને સગીરો (Minor) માટે છે, જેથી માતા-પિતા તેમના બાળકનું ફાઇનાન્સિયલ ભવિષ્ય સુરક્ષિત કરી શકે. તેને પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (PFRDA) રેગ્યુલેટ અને મેનેજ કરે છે. આ યોજના પર અંદાજે 8% થી 10% ની વચ્ચે વ્યાજ મળે છે. આમાં દર વર્ષે ઓછામાં ઓછા ₹1,000 જમા કરવાના હોય છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આમાં  કોઈ મહત્તમ મર્યાદા નથી. આ સ્કીમમાં એકાઉન્ટ ખોલવાની તારીખથી 3 વર્ષનો ફરજિયાત લોક-ઈન પિરિયડ હોય છે. સરકારી ગેરંટી હોવાને કારણે આ સ્કીમમાં કોઈ રિસ્ક નથી. NPS વાત્સલ્યમાં ₹1.5 લાખ સુધી જમા કરાયેલી રકમ પર માતા-પિતા/વાલીને ઇન્કમ ટેક્સ એક્ટ, 1961 ની કલમ 80CCD(1B) હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. આ સિવાય, માતા-પિતા અથવા વાલી ₹50,000 ના વધારાના ડિડક્શન (કપાત)નો દાવો પણ કરી શકે છે.

2 / 5
પોસ્ટ ઓફિસ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી રાષ્ટ્રીય બચત પત્ર (NSC) એક અગ્રણી અને સુરક્ષિત રોકાણ યોજના છે. કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ પોતાના માટે અથવા કોઈ સગીર (18 વર્ષથી ઓછી ઉંમરના) વતી NSC એકાઉન્ટ ખોલાવી શકે છે. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના સગીર પણ આ ખાતું ખોલાવી શકે છે. આ સેવિંગ સ્કીમ પર હાલમાં વાર્ષિક 7.7% ના દરે વ્યાજ મળી રહ્યું છે, જેમાં નાણા મંત્રાલય દ્વારા દર ત્રણ મહિને સુધારો કરવામાં આવે છે. આ યોજના હેઠળ લઘુત્તમ રોકાણની મર્યાદા ₹1,000 છે, જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. ખાસ વાત એ છે કે, આમાં 5 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે. આ યોજનામાં રોકાણકારો ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ટેક્સ છૂટનો દાવો પણ કરી શકે છે.

3 / 5
જો તમારી દીકરી હોય તો તમે તેના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમના નિયમો અનુસાર, બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી ખાતું ખોલાવી શકે છે. આમાં જ્યારે બાળકી 18 વર્ષની થઈ જાય છે, ત્યારે તે કેટલાક દસ્તાવેજો સબમિટ કરીને ખાતાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ શકે છે. આ સ્કીમ પર અત્યારે 8.1% ના દરે વ્યાજ મળી રહ્યું છે. આ યોજના હેઠળ લઘુત્તમ વાર્ષિક યોગદાન ₹250 છે અને એક નાણાકીય વર્ષમાં મહત્તમ રોકાણની મર્યાદા ₹1.5 લાખ છે, જેમાં 21 વર્ષ અથવા બાળકીના લગ્ન થાય ત્યાં સુધી (જ્યારે તે 18 વર્ષની થઈ જાય) નો લોક-ઈન પિરિયડ હોય છે. આ સાથે જ, રોકાણકારો ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ એક નાણાકીય વર્ષમાં આ ખાતામાં રોકાણ કરાયેલી ₹1.50 લાખ સુધીની રકમ પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકે છે.

4 / 5
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) લાંબાગાળા માટે એક લોકપ્રિય રોકાણ વિકલ્પ આબિત થઈ શકે છે. ભારતનો કોઈ પણ નિવાસી PPFમાં રોકાણ શરૂ કરી શકે છે. બાળકો અથવા સગીર અરજદારો માટે, માતા-પિતા કે વાલી સંયુક્ત (જોઈન્ટ) PPF ખાતું ખોલાવી શકે છે, જેને ખાતાધારક 18 વર્ષનો થઈ જાય ત્યારે બદલી શકાય છે. અત્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વ્યાજ દર વાર્ષિક 7.1% છે, જેને દર ત્રણ મહિને બદલવામાં પણ આવે છે. આ યોજના હેઠળ દરેક ફાઇનાન્સિયલ વર્ષમાં ઓછામાં ઓછા ₹500 જમા કરવાના હોય છે અને મહત્તમ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે, જેમાં 15 વર્ષનો લોક-ઈન પિરિયડ હોય છે, જેને પોતાની મરજીથી 5-5 વર્ષના બ્લોકમાં ગમે તેટલી વખત વધારી શકાય છે. આ સ્કીમ EEE (Exempt-Exempt-Exempt) ટેક્સ કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે, કોઈ પણ રોકાણકાર ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ એક ફાઇનાન્સિયલ વર્ષમાં રોકાણ કરાયેલી ₹1.50 લાખ સુધીની રકમ પર ઇન્કમ ટેક્સમાં છૂટનો દાવો કરી શકે છે.

5 / 5

ગુજરાતની ધરતી નીચે કંઈક મોટું થવાની તૈયારી ! અંબાણીએ સરકારી કંપની સાથે મિલાવ્યો હાથ, હવે જમીનની અંદર શરૂ થશે ‘અસલી ખેલ’

Follow Us
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

g clip-path="url(#clip0_868_265)">