AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: પીએમ મોદીએ ‘મન કી બાત’માં ગુજરાતની ‘કેસર’ કેરીની કેમ કરી વાત ?

આજે 31મી મેને રવિવારના રોજ પ્રસારીત થયેલા 'મન કી બાત' ના 134મા એપિસોડમાં, વડા પ્રધાન મોદીએ દેશમાં પડી રહેલ કાળઝાળ ગરમી, રમતવીરોએ હાંસલ કરેલ સિદ્ધિ અને કેરીની વાત કરી હતી.

Mann Ki Baat: પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2026 | 2:03 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 31મી મે અને રવિવારેના રોજ તેમના પ્રતિ મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતા રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 134મા એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કર્યું. પ્રસારણ દરમિયાન, તેમણે ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ કાર્યક્રમમાં દેશભરમાંથી આશરે 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્પર્ધા દરમિયાન ચાર અલગ અલગ ઇવેન્ટમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડવામાં આવ્યા હતા.

ગરમી દરમિયાન સાવધાની રાખવાની અપીલ

કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ દેશભરમાં હાલમાં પડી રહેલી તીવ્ર ગરમી તરફ પણ ધ્યાન દોર્યું અને ફરી એકવાર નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી. તેમણે ભાર મૂક્યો કે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવન વચ્ચે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે દરેકને પુષ્કળ પાણી પીને હાઇડ્રેટેડ રહેવાની અને જો તેમને તડકામાં બહાર નીકળવાની જરૂર હોય તો સાવધાની રાખવાની સલાહ આપી. તેમણે નાગરિકોને આ સંદર્ભમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાને નહીં અવગણવા પણ વિનંતી કરી હતી.

ગુજરાતની કેસર કેરી માટે શું કહ્યું ?

અન્ય વિષયો ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોની જાણીતી કેરીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ઉનાળાના આગમન સાથે, દરેક ઘરમાં કેરી વિશે વાતચીત થાય છે. તેમણે નોંધ્યું કે ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં ઉનાળાની ઋતુ દરમિયાન કેરીની ચર્ચા ન થતી હોય. તેમણે કહ્યુ કે, દરેક પ્રદેશમાં કેરીની પોતાની આગવી વિવિધતા હોય છે, દરેકનો પોતાનો અલગ સ્વાદ અને સુગંધ હોય છે. મહારાષ્ટ્ર અને કોંકણ પ્રદેશના ‘હાપુસ’ (આલ્ફોન્સો), ગુજરાતની ‘કેસર’ કે જે રસનો સ્વાદ જ અલગ હોય છે. ઉત્તર પ્રદેશના ‘દશેરી’ અને કાશીની ‘લંગડા’ જાતની કેરીની વાત કરી હતી. તેમણે ‘લંગડા’ કેરીની એક અનોખી લાક્ષણિકતા દર્શાવી: પાક્યા પછી પણ, તેની છાલ ઘણીવાર લીલો રંગ જાળવી રાખે છે. તેમણે બિહારના ‘જરદાલુ’ કેરી વિશે પણ વાત કરી, જેની સુગંધ એટલી અલગ હોય છે કે તેને દૂરથી ઓળખી શકાય છે. ‘ચૌસા,’ ‘માલદા’ કેરીના પણ નામ અનેક લોકોની યાદો જોડાયેલા છે.

Follow Us
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
g clip-path="url(#clip0_868_265)">