પંચમહાલના કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેરીના પાકને વ્યાપક નુકસાન, 400 મણ કેરી આંબા પરથી ખરી ગઈ- Video
રાજ્યના અનેક જિલ્લાઓમાં શનિવારે રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પંચમહાલમાં તોફાની પવન સાથે વરસાદ વરસતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. 400 મણ કરતા વધુ કેરી આંબા પરથી ખરી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર ખેતરોમાં નુકસાનીના દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. પંચમહાલના કાલોલમાં ભારે પવન ફુંકાતા હજારો કેરીઓ આંબા પરથી ખરી પડી છે. ખેતરમાં પથરાયેલી કેરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેરી ખૂદ ખેડૂતે નહીં પરંતુ કુદરતે મારેલી થપાટના કારણે જમીન પર પથરાયેલી છે. કાલોલ વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા વેજલપુર બાગાયત ફાર્મમાં કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું.
તમે જાણીને ચોંકી જશો કે વેજલપુર ખાતે અંદાજીત 40 વિઘામાં 2000 હજાર કરતાં વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ આવેલા છે. જેમાંથી વાવાઝોડા દરમિયાન અંદાજીત 400 મણ ઉપરાંત કેરી આંબા પરથી ખરી જમીનદોસ્ત થઈ ગઈ. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. નુકસાની અંગે ખેડૂતોનું કહેવું છેકે સરકાર આર્થિક સહાય કરે તો ઉભા થઈ શકીશું.
આપને જણાવી દઈએ કે ફાર્મને વેપારીઓએ અને ખેડૂતોએ વ્યાજે રૂપિયા લઈ ભાડે રાખ્યું હતું.,.પરંતુ નુકસાન જતા ખેડૂતો અને વેપારીઓને ખર્ચો માથે પડ્યો છે.
ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
