Breaking News : અમદાવાદમાં રેપિડો કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ, જુઓ Video
અમદાવાદ રેપિડો એપ્લિકેશનથી લૂંટનો મામલે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચાર લોકોએ કાર, રોકડ, મોબાઇલ સહિતની વસ્તુઓની લૂટ કરી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આજકાલ રેપિડોનો લોકો ખુબ વધારે ઉપયોગ કરી રહ્યા છે. ઓફિસ જનારા લોકોથી લઈ ફરવા માટે રેપિડોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં લોકો બાઈક,કાર કે રિક્ષા બુક કરી આરામદાયક સવારી કરતા હોય છે. પરંતુ થોડા દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી હતી. કે જેને લઈ લોકો પણ અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે. અમદાવાદમાં પહેલા તો આરોપીનો ઈરાદો ધરાવનાર લોકોએ રેપિડો એપ્લિકેશન પરથી કાર બુક કરાવી હતી. આ કાર ક્યાંય જવા માટે નહી પરંતુ લુંટ માટે બુક કરાવી હતી. કાર બુક કર્યા બાદ કાર ચાલકે થોડી ગાડી ચલાવી તો આ આરોપીએ કાર ચાલકની લૂટી લીધો હતો. આટલું જ નહી આ લોકોએ 1,2 નહી પરંતુ કુલ 4 જેટલી લૂંટને અંજામ આપ્યો હતો.
ચોરીની 8 લાખથી વધુની કિંમતની વસ્તુઓ કબજે
અમદાવાદમાં રેપિડો એપ્લિકેશનથી કાર બૂક કરવી લૂટ ચલાવવાનો મામલો હાલમાં સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.4 લોકોએ રેપિડો કારચાલક સાથે લૂટ કરી હતી. કાર, રોકડ, મોબાઇલ સહિતની વસ્તુઓની લૂટ કરી હતી. એક જ દિવસમાં આરોપીઓએ ચાર જેટલી લૂંટને અંજામ આપ્યો હતો. મોઈનખાન ઉર્ફે માર્શલ, આશિફ શેખ અને અજય જખવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરીની 8 લાખથી વધુની કિંમતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. આનંદનગર, કેરાલા જીઆઇડીસીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે.તમને જણાવી દઈએ કે, એક જ દિવસમાં આરોપીઓએ ચાર જેટલી લૂંટને અંજામ આપ્યો હતો.