AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી સપ્તાહે રિલાયન્સ, સિપ્લા અને એચડીએફસી સહિતની આ દિગ્ગજ કંપનીઓ આપશે ડિવિડન્ડ, એક્સ-ડેટ પહેલા ખરીદી પર જ મળશે લાભ

શેરબજારના રોકાણકારો માટે 1 જૂનથી 5 જૂન વચ્ચેનો સમયગાળો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સિપ્લા સહિત દેશની ઘણી મોટી કંપનીઓ એક્સ-ડિવિડન્ડ થવા જઈ રહી છે. જો તમે પણ આ કમાણીનો લાભ લેવા માંગો છો, તો એક્સ-ડિવિડન્ડ તારીખ પહેલા આ શેર ખરીદવા પડશે.

આગામી સપ્તાહે રિલાયન્સ, સિપ્લા અને એચડીએફસી સહિતની આ દિગ્ગજ કંપનીઓ આપશે ડિવિડન્ડ, એક્સ-ડેટ પહેલા ખરીદી પર જ મળશે લાભ
| Updated on: May 31, 2026 | 9:31 PM
Share

શેરબજારમાં રોકાણ કરનારા લોકો માટે આગામી સપ્તાહ ખૂબ જ વ્યસ્ત અને કમાણીની તકોથી ભરેલું રહેવાનું છે. 1 જૂનથી 5 જૂન વચ્ચે દેશની ઘણી મોટી અને દિગ્ગજ કંપનીઓ એક્સ-ડિવિડન્ડ (Ex-Dividend) થવા જઈ રહી છે. શેરબજારના નિયમ મુજબ, એક્સ-ડિવિડન્ડ ડેટ એ એવી છેલ્લી તારીખ છે જેના પછી શેર ખરીદનારા રોકાણકારોને કંપની દ્વારા જાહેર કરાયેલા ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેથી જો રોકાણકારો ડિવિડન્ડની વધારાની કમાણી મેળવવા માંગતા હોય, તો તેમણે એક્સ-ડેટ પહેલા જ શેર ખરીદવા પડશે. આગામી સપ્તાહે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સિપ્લા, બેંક ઓફ બરોડા અને એચડીએફસી એએમસી જેવી કંપનીઓ પર બજારની નજર રહેશે.

5 જૂનના રોજ રિલાયન્સ, સિપ્લા અને બેંક ઓફ બરોડા પર નજર

આ સપ્તાહની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૫ જૂનના રોજ એક્સ-ડિવિડન્ડ થશે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર 6 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની સિપ્લાના શેર પણ 5 જૂનના રોજ એક્સ-ડિવિડન્ડ પર ટ્રેડ કરશે અને કંપનીએ પ્રતિ શેર 13 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સિવાય સરકારી ક્ષેત્રની બેંક ઓફ બરોડા પણ 5 જૂનના રોજ પ્રતિ શેર 8.50 રૂપિયાના ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ થશે.

આ કંપનીઓ પણ 5 જૂનના રોજ ડિવિડન્ડ આપશે

  • એચડીએફસી એએમસી (HDFC AMC): કંપનીએ પ્રતિ શેર 54 રૂપિયાનું મોટું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેની એક્સ-ડેટ 5 જૂન નક્કી કરવામાં આવી છે.
  • જેએસડબલ્યુ એનર્જી (JSW Energy): કંપનીએ પ્રતિ શેર 2 રૂપિયાના ડિવિડન્ડ માટે 5 જૂનની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
  • આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ: આ કંપની 5 જૂનના રોજ પ્રતિ શેર 2.50 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ પર ટ્રેડ કરશે.

સપ્તાહની શરૂઆતમાં આ કંપનીઓની રેકોર્ડ ડેટ

1 જૂનના રોજ એફએમસીજી ક્ષેત્રની જાણીતી કંપની કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) એક્સ-ડિવિડન્ડ થશે, જેણે પ્રતિ શેર 24 રૂપિયાના વચગાળાના (Interim) ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ જ દિવસે સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની એપિગ્રાલે પણ પ્રતિ શેર 5 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ ડેટ નક્કી કરી છે.

ત્યારબાદ 2 જૂનના રોજ કોમર્શિયલ વ્હીકલ બનાવતી અશોક લેલેન્ડ કંપની પ્રતિ શેર 2.50 રૂપિયાના ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ થશે. જ્યારે 4 જૂનના રોજ ટેક્નોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) પ્રતિ શેર 20 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ માટે એક્સ-ડિવિડન્ડ પર ટ્રેડ કરશે. આ સિવાય રેલિસ ઇન્ડિયા (Rallis India) એ પ્રતિ શેર 3 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડ માટે 4 જૂનની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

શું નબળું ચોમાસું તમારા ખિસ્સા પર ભારે પડશે? વધતી મોંઘવારીમાં વધુ એક માર માટે રહેજો તૈયાર, આ બેંકના રિપોર્ટે બધાને ચોંકાવ્યા

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">