AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે જે ‘દૂધ’ રોજ પી રહ્યા છો, શું તે ખરેખર ‘શુદ્ધ’ છે? સ્વાસ્થ્ય બગડે તે પહેલાં આ રીતે તરત જ ચેક કરો

ભારતમાં દૂધ માત્ર એક ડ્રિંક (પીણું) નથી પરંતુ દરેક ઘરની દૈનિક જરૂરિયાત છે. સવારની 'ચા'થી લઈને બાળકોના પોષણ સુધી, દૂધ આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ છે. એવામાં તાજેતરના વર્ષોમાં સામે આવેલા આંકડા અને તપાસ અહેવાલોએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સવાલ એ છે કે, શું આપણે જે દૂધ રોજ પી રહ્યા છીએ તે ખરેખર શુદ્ધ છે?

| Updated on: May 30, 2026 | 6:45 PM
Share
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. વધતી માંગ સાથે ડેરી સેક્ટર ઝડપથી વધી રહ્યું છે પરંતુ આ સાથે દૂધની ગુણવત્તા અને ભેળસેળને લઈને ચિંતાઓ પણ વધી છે. વિવિધ ખાદ્ય સુરક્ષા તપાસો અને અહેવાલોમાં એ સામે આવ્યું છે કે, દૂધના ઘણા નમૂનાઓ નક્કી કરેલા ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતરતા નથી.

1 / 5
દૂધમાં સૌથી સામાન્ય ભેળસેળ પાણીની હોય છે પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્ટાર્ચ, ડિટર્જન્ટ, યુરિયા અને સિન્થેટિક પદાર્થો જેવા તત્વો પણ મળી આવ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે, આ ભેળસેળ સામાન્ય લોકો સરળતાથી ઓળખી શકતા નથી. દૂધ દેખાવમાં સામાન્ય લાગી શકે છે પરંતુ આ ભેળસેળના કારણે તેની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે.

2 / 5
ભારતનું ડેરી નેટવર્ક ઘણું મોટું અને વિખરાયેલું છે. ગામડાઓથી લઈને શહેરો સુધી દૂધ ઘણા સ્તરોમાંથી ( ખેડૂત, કલેક્શન સેન્ટર, ટ્રાન્સપોર્ટ, સ્થાનિક વિક્રેતા અને રિટેલ નેટવર્ક) પસાર થાય છે. આ લાંબી સપ્લાય ચેઇનમાં દરેક સ્તરે ગુણવત્તા જાળવી રાખવી એક પડકાર બની જાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સતત ભેળસેળવાળું કે નબળી ગુણવત્તાવાળું દૂધ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ, ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) નબળી પડવી અને લાંબાગાળે લીવર તેમજ કિડની પર અસર પડી શકે છે. બાળકો માટે આ જોખમ વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે દૂધ તેમના પોષણનો મુખ્ય સ્ત્રોત છે.

3 / 5
જો કે, કેટલીક સરળ રીતો દ્વારા તમે ઘરે પણ દૂધની શુદ્ધતાની ઓળખ કરી શકો છો.  સૌ પ્રથમ તો, એક લીસી સપાટી પર દૂધનું ટીપું નાખો, શુદ્ધ દૂધ ધીમે-ધીમે નીચે આવે છે અને સફેદ નિશાન છોડે છે, જ્યારે પાણી ભેળવેલું દૂધ ઝડપથી વહી જાય છે. આ સિવાય દૂધમાં આયોડિનના થોડા ટીપાં નાખો, જો રંગ વાદળી થઈ જાય તો સ્ટાર્ચની ભેળસેળ હોઈ શકે છે. વધુમાં દૂધને બોટલમાં ભરીને હલાવો, વધુ ફીણ વળે તો ડિટર્જન્ટ હોવાની શક્યતા હોઈ શકે છે. અસામાન્ય ગંધ અથવા સાબુ જેવો સ્વાદ પણ ભેળસેળનો સંકેત હોઈ શકે છે. જો કે, આ રીતો માત્ર શરૂઆતી સંકેત હોઈ શકે છે, સચોટ તપાસ માટે હવે નવી ટેકનોલોજી આધારિત ટેસ્ટિંગ કિટ્સ પણ ઉપલબ્ધ છે.

4 / 5
બજારમાં ઉપલબ્ધ રેપિડ મિલ્ક ટેસ્ટિંગ કિટ ગ્રાહકોને ગણતરીની મિનિટોમાં દૂધની ગુણવત્તા તપાસવામાં મદદ કરી શકે છે. આ કિટ દૂધમાં રહેલી સંભવિત ભેળસેળ જેમ કે ડિટર્જન્ટ, સ્ટાર્ચ, યુરિયા અને અન્ય શંકાસ્પદ તત્વોની ઓળખ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આની ખાસ વાત એ છે કે, આનો ઉપયોગ કરવા માટે કોઈ લેબ કે ટેકનિકલ જ્ઞાનની જરૂર હોતી નથી. ગ્રાહકો ઘરે જ સરળતાથી દૂધના થોડા ટીપાં દ્વારા શરૂઆતી ગુણવત્તાની તપાસ કરી શકે છે. આજે જરૂરિયાત માત્ર દૂધ ઉપલબ્ધ હોવાની નથી પરંતુ તે સુરક્ષિત અને શુદ્ધ હોવાની પણ છે.

5 / 5

Zumba Workout Benefits : દરરોજ ઝુમ્બા વર્કઆઉટ કરવાથી શરીરને થશે આ 5 ફાયદા!

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">