AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 કિલો ખાંડમાંથી કેટલા ગુલાબજાંબુ બને? જાણી લો સાચો હિસાબ અને પૈસા બચાવવાની રીત

જો તમે પણ તહેવારોમાં ઘરે ગુલાબજાંબુ બનાવવાનું વિચારી રહ્યા છો, તો ચાસણી અને ગુલાબજાંબુની સાઇઝનું આ ગણિત ખાસ સમજી લો. માત્ર 500 રૂપિયાના ખર્ચમાં કેટલા નંગ ગુલાબજાંબુ બનશે તેની પૂરી વિગત અહીં છે.

| Updated on: Jul 05, 2026 | 9:30 PM
Share
હવામાન ગમે તે હોય, ગરમાગરમ ગુલાબજાંબુ જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. લગ્નપ્રસંગ હોય કે વીકેન્ડની ઘરની પાર્ટી, ગુલાબજાંબુ વિના દરેક મેનુ અધૂરું ગણાય છે. ઘણા લોકો તહેવારોમાં કે રવિવારે ઘરે જ ગુલાબજાંબુ બનાવવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે 1 કિલો ખાંડની ચાશણી બનાવો, તો તેમાંથી આખરે કેટલા ગુલાબજાંબુ તૈયાર થઈ શકે? આ એક એવો સવાલ છે જે મોટાભાગની મહિલાઓ અને રસોઈના શોખીનોના મનમાં આવતો હોય છે. તેનો સાચો જવાબ જાંબુના કદ (સાઇઝ) અને ચાશણીની માત્રા પર આધાર રાખે છે.

1 / 5
1 કિલો ખાંડમાં ક્યાં વપરાય છે આખી સામગ્રી? ગુલાબજાંબુ બનાવવા માટે સૌપ્રથમ માવા (ખોયા) કે મિલ્ક પાવડરમાંથી નાના-નાના બોલ્સ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને તળીને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. ગુલાબજાંબુમાં સૌથી વધુ ખાંડનો વપરાશ આ ચાસણી બનાવવામાં જ થાય છે. જો તમે 1 કિલો ખાંડની ચાસણી બનાવો છો, તો તમે ખૂબ જ સરળતાથી 80 થી 120 નંગ ગુલાબજાંબુ બનાવી શકો છો.

2 / 5
ગુલાબજાંબુની સાઇઝ પર પણ રાખે છે આધાર: ખાંડનો આ હિસાબ તમે કેવડા મોટા ગુલાબજાંબુ બનાવો છો તેના પર નિર્ભર કરે છે: મોટી સાઇઝ: જો તમે બજારમાં મળે તેવા મોટા કદના ગુલાબજાંબુ બનાવો છો, તો 1 કિલો ખાંડની ચાસણીમાં 60 થી 80 નંગ બનશે. મીડિયમ સાઇઝ: જો તમે મધ્યમ કદના જાંબુ બનાવો છો, તો આશરે 50 થી 60 કે 80 સુધી નંગ તૈયાર થઈ શકે છે. નાની સાઇઝ: જો તમે નાના કદના ગુલાબજાંબુ બનાવો છો, તો 1 કિલો ખાંડમાં 100 થી 120 નંગ આરામથી બની જશે.

3 / 5
પરફેક્ટ ચાસણી અને તળવાની સાચી રીત:  સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માટે ખાંડ અને પાણીને બરાબર ઉકાળીને એક તારની ચાસણી બનાવવી જોઈએ. ધ્યાન રાખવું કે ચાસણી બહુ ઘટ્ટ ન થઈ જાય. ગુલાબજાંબુના બોલ્સ બનાવતી વખતે તેમાં એક પણ તિરાડ (ક્રેક) ન રહેવી જોઈએ. તેને હંમેશા ધીમી આંચ પર સોનેરી રંગના થાય ત્યાં સુધી તળવા. જાંબુ ગરમ હોય ત્યારે જ તેને ગરમ ચાસણીમાં નાખવા, જેથી રસ અંદર સુધી ઉતરી જાય અને જાંબુ બરાબર ફૂલે. જો ચાસણી બચી જાય તો તેનો ઉપયોગ રબડી કે અન્ય મીઠાઈમાં કરી શકાય છે.

4 / 5
ઘરે બનાવવામાં કેટલો ખર્ચ થશે? સૌથી મોટો ફાયદો આર્થિક બચતનો છે. 1 કિલો ખાંડની મદદથી ઘરે 100 ગુલાબજાંબુ બનાવવાનો કુલ ખર્ચ (ખાંડ, માવો, તેલ બધું મળીને) આશરે 300 થી 500 રૂપિયાની આસપાસ આવે છે. તેની સામે જો તમે આટલી મોટી માત્રામાં ગુલાબજાંબુ બજારમાંથી ડેરી કે સ્વીટ માર્ટમાંથી ખરીદો છો, તો તે તમને ખુબ જ મોંઘા પડે છે. આમ, ઘરે બનાવેલા ગુલાબજાંબુ સસ્તા પણ પડે છે અને શુદ્ધ તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે.

5 / 5

મોઢામાં મૂકતા જ ઓગળી જશે ‘ગુલાબ જાંબુ’, બજાર જેવા ટેસ્ટી અને સોફ્ટ બનાવવા માટે ફોલો કરો આ ‘સિક્રેટ ટિપ્સ’

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ

સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ

'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ

ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન

નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ

નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા

બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video

દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ

કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી

વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન

g clip-path="url(#clip0_868_265)">