AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાખડી બંધાવ્યા બાદ CMએ કરી એવી જાહેરાત કે મહિલા ધારાસભ્યો ખુશખુશાલ, જુઓ Video

Breaking News : રાખડી બંધાવ્યા બાદ CMએ કરી એવી જાહેરાત કે મહિલા ધારાસભ્યો ખુશખુશાલ, જુઓ Video

| Updated on: Aug 27, 2026 | 3:19 PM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધન પૂર્વે રાજ્યની 14 મહિલા જનપ્રતિનિધિઓ માટે ₹28 કરોડના વિકાસ ભંડોળની જાહેરાત કરી છે. દરેક મહિલા ધારાસભ્યને તેમના મતવિસ્તારમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો માટે ₹2 કરોડ ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પાવન પર્વ પહેલા રાજ્યની મહિલા જનપ્રતિનિધિઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ જાહેરાતને મહિલા ધારાસભ્યો માટે મુખ્યમંત્રી તરફથી રક્ષાબંધનની વિશેષ ભેટ તરીકે જોવામાં આવી રહી છે.

જાહેરાત અનુસાર, રાજ્યની કુલ 14 મહિલા જનપ્રતિનિધિઓને તેમના મતવિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો હાથ ધરવા માટે કુલ ₹28 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે. આ ભંડોળ હેઠળ, દરેક મહિલા ધારાસભ્યને ₹2 કરોડની રકમ મળશે. આ રકમનો ઉપયોગ મુખ્યત્વે મતવિસ્તારમાં રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ કાર્યો માટે કરવામાં આવશે, જેનાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ થશે.

આ પ્રસંગે ગાંધીનગરમાં લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી પણ કરવામાં આવી હતી. રાજ્યભરના વિવિધ શહેરોમાંથી આવેલી બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત મહિલા મોરચા, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘હેતની હવેલી’ 21 એકરનું સરોવર… અમરેલીના વિકાસ માટે અમિત શાહની મોટી ભેટ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">