AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ધંધામાં મોટું રોકાણ કરશે અને કોને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે? જુઓ Video

27 August 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ધંધામાં મોટું રોકાણ કરશે અને કોને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે? જુઓ Video

| Updated on: Aug 27, 2026 | 8:05 AM
Share

આજના દિવસે કેટલીક રાશિના જાતકો ધંધામાં મોટું રોકાણ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આજે તમારી અંદર એક નવો ઉત્સાહ અને ઊર્જા જોવા મળશે, જે તમને મુશ્કેલ કાર્યોમાં પણ સફળતા અપાવશે. નોકરીમાં તમારી મહેનત અને ક્ષમતા જોઈને વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખૂબ પ્રસન્ન થશે.

વૃષભ રાશિ:-

આજે તમારી મહેનત રંગ લાવશે અને કાર્યક્ષેત્રે અણધારી સફળતા મળી શકે છે. વેપારમાં નવી ભાગીદારી અથવા નવા સોદા થવાની શક્યતા છે.

મિથુન રાશિ:-

આજે નસીબનો સાથ મળશે અને બૌદ્ધિક ક્ષમતાથી અટકેલા કામ પૂર્ણ કરી શકશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે અને નવી જવાબદારી મળી શકે છે.

કર્ક રાશિ:-

કામના સ્થળે કામનું ભારણ વધી શકે છે, તેથી ધૈર્યથી કામ લેવું. ધંધામાં કોઈ મોટું રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી.

સિંહ રાશિ:-

આજના દિવસે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે અને નવી તકો સામે ચાલીને આવશે.

કન્યા રાશિ:-

પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને સંતાનો તરફથી શુભ સમાચાર મળી શકે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, જેથી પેટ સંબંધિત સમસ્યા ન થાય.

તુલા રાશિ:-

આજે કળા, સાહિત્ય અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ દિવસ છે. વ્યવસાયમાં નવી યોજનાઓ સફળ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ:-

આજે તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. નોકરીમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો, અન્યથા નુકસાન થઈ શકે છે.

ધન રાશિ:-

આજે તમારો દિવસ ઉત્સાહ અને ઊર્જાથી ભરેલો રહેશે. નોકરી અને વ્યવસાયમાં તમારી યોજનાઓ સફળ થતાં મન પ્રસન્ન રહેશે.

મકર રાશિ:-

વ્યવસાયમાં અચાનક ધનલાભ થવાની શક્યતા છે. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે, જે ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક રહેશે.

કુંભ રાશિ:-

આજે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને મનમાં નવા વિચારો આવશે. નોકરીમાં સહકર્મીઓ તરફથી મદદ મળશે અને કાર્ય ઝડપથી પૂરું થશે.

મીન રાશિ:-

આજે બિનજરૂરી ચિંતાઓથી બચવું અને સકારાત્મક અભિગમ રાખવો. કારોબારમાં થોડી મધ્યમ સ્થિતિ રહેશે પરંતુ સાંજ સુધીમાં સુધારો જોવા મળશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Aug 27, 2026 08:01 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">