AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ, 4000થી લઈ લાખો રુપિયા સુધીની રાખડીઓ ! જુઓ Video

સોનાના ભાવ ભલે વધી રહ્યા હોય, પરંતુ ભાઈ અને બહેનનો પ્રેમ તેના કરતાં પણ જૂનો છે. કદાચ આ જ કારણ છે કે સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં સોના-ચાંદી અને પ્લેટિનમની રાખડીઓની ધૂમ જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2026 | 2:03 PM
Share

સોનાના ભાવ ભલે રોજેરોજ વધી રહ્યા હોય, પરંતુ ભાઈ અને બહેનનો પ્રેમ તેના કરતાં પણ વર્ષો જૂનો અને અમૂલ્ય છે. કદાચ આ જ કારણ છે કે સુરતમાં આ રક્ષાબંધનના પર્વને લઈને બજારોમાં સોના, ચાંદી અને પ્લેટિનમની રાખડીઓની ધૂમ જોવા મળી રહી છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકોમાં સોના અને ચાંદીની રાખડીઓની માંગ યથાવત જોવા મળી રહી છે.

અલગ અલગ ડિઝાઇન અને વેરાયટીમાં ઉપલબ્ધ છે રાખડીઓ

ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને સુરતના વિવિધ જ્વેલર્સ દ્વારા સોનાના ઊંચા ભાવ વચ્ચે પણ ભાઈ માટે કંઈક ખાસ આપવાની ઈચ્છા ધરાવતા ગ્રાહકોની માંગને અનુરૂપ માત્ર 200 મિલીગ્રામથી શરૂ થતી સોનાની રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. અલગ અલગ ડિઝાઇન અને વેરાયટીમાં ઉપલબ્ધ આ રાખડીઓની કિંમત આશરે ₹4,000 થી શરૂ થઈને લાખો રૂપિયા સુધી પહોંચી રહી છે.

ગોલ્ડ રાખડી પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય

મોંઘવારી પોતાની જગ્યાએ છે, પરંતુ ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધ સામે તેની કોઈ કિંમત નથી. ખાસ વાત એ છે કે રક્ષાબંધન બાદ આ ગોલ્ડ રાખડીનો પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે ભાઈના કાંડા પર બંધાતી આ રાખડી માત્ર એક તહેવાર પૂરતી સીમિત રહેતી નથી, પરંતુ વર્ષો સુધી પ્રેમની યાદ બનીને સાથે રહી શકે છે.

આ પણ વાંચો, Breaking News: રક્ષાબંધનની પર ભાઇને મીઠાઇ ખવડાવતા પહેલા સાવધાન, સુરતમાં મીઠાઈની દુકાનના માવાના સેમ્પલ ફેઈલ, જુઓ Video

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">