બહેનો ધ્યાન આપે ! લોટ બાંધ્યા પછી કેટલા સમયમાં તેની રોટલી બનાવી લેવી જોઈએ? આ જાણી લેજો
લોટ બાંધીને તરત જ રોટલી બનાવો છો તો તે રોટલી થોડી કડક બને છે જે મોટાભાગના લોકોને પસંદ નથી હોતું, કારણ કે રોટલી હંમેશા નરમ-નરમ જ સારી લાગે છે. ત્યારે રોટલીના લોટને બાંધી દીધા પછી તેની રોટલી કેટલા ટાઈમમાં બનાવી લેવી જોઈએ.

ઘણા લોકો ઘણીવાર જરૂર કરતાં રોટલીનો વધુ લોટ બાંધી છે અને પછી તેને રેફ્રિજરેટરમાં રાખે છે. જોકે, ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહ કહે છે કે આ એક બિનઆરોગ્યપ્રદ આદત છે જે લોટમાં વધારાનું ગ્લુટેન છોડે છે, જે ઘણા લોકો માટે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

તમે જોયું હશે કે લોટને બાંધીને ફ્રિજમાં મુકી રાખ્યા પછી આપણે જ્યારે લોટને બહાર કાઢી થોડો સમય રાખીએ છે તો લોટ એકદમ ઢીલો અને ચીકણો થઈ જાય છે. આથી મહિલાઓ વિચારે છે લોટ ખરાબ થઈ ગયો છે. પરંતુ વાસ્તવમાં, તે ખરાબ નહીં પણ તેમાં ગ્લુટન વધારે પેદા થઈ જાય છે જેના કારણે લોટ અત્યંત ચીકણો બની જાય છે, અને આ વધારે ગ્લુટન વાળી રોટલી પાંચન માટે હાનીકારક છે.

ઘણા લોકો સવારે લોટ બાંધે છે અને રાત્રે તેનો ઉપયોગ કરે, અથવા લોટને 5-6 કલાક માટે ફ્રિજમાં રાખે છે અને પછી તેની રોટલી બનાવે છે. ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહ ના મતે જ્યારે લોટમાં લાંબા સમય સુધી પાણી રહે છે, ત્યારે વધારાનું ગ્લુટેન બહાર આવે છે, અને વધારે ગ્લુટન વાળી રોટલી પચવામાં મુશ્કેલ બને છે. તાજો લોટ ઓછો ગ્લુટેન છોડે છે અને પચવામાં સરળ હોય છે, આથી લોટ સંગ્રહિત કરવાનું ટાળવું જોઈએ છે.

ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહ કહે છે જ્યારે ઘઉંના લોટમાં જ્યારે આપણે પાણી ભેળવીએ છીએ ત્યારથી લોટમાં ગ્લુટન બનવા લાગે છે, આમ જો લોટને કલાકો સુધી પડી રહેવા દઈએ ત્યારે ગ્લુટન વધારે પેદા થઈ જાય છે. આથી લોટ રબર જેવો થઈ જાય છે, જેની રોટલી પેટ માટે પચવામાં મુશ્કેલ બનાવે છે. જોકે, તાજો લોટ ઓછું ગ્લુટેન છોડે છે.

પણ આ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યારે તમે લોટ બાંધીને તરત જ રોટલી બનાવો છો તો તે રોટલી થોડી કડક બને છે જે મોટાભાગના લોકોને પસંદ નથી હોતું, કારણ કે રોટલી હંમેશા નરમ-નરમ જ સારી લાગે છે. ત્યારે રોટલીના લોટને બાંધી દીધા પછી તેની રોટલી કેટલા ટાઈમમાં બનાવવી જોઈએ ચાલો જાણીએ.

લોટને હંમેશા 10-15 મીનિટ રાખીને તેની રોટલી બનાવવી જોઈએ, કારણ કે ઘઉંનો લોટ થોડું ગ્લુટન છોડે છે ત્યારે રોટલીનો લોટ પોંચો અને નરમ બને છે અને આવા નરમ લોટની રોટલી પણ પોચી અને ખાવામાં નરમ લાગે છે. પણ ધ્યાન રાખો કે રોટલીનો લોટ બાંધો તો તેનો ઉપયોગ 1-2 કલાકની અંદર કરી લેવો જોઈએ એથી વધારે સમય લોટને મુકી ના રાખવો જોઈએ.
ઠંડીમાં વારંવાર હાથ-પગમાં ખાલી ચઢી જાય છે ? તો અપનાવો આ ઘરેલું ઉપાય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
