AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા અધ્યક્ષે કહ્યું- યુવા, વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીનું બિલ છે, અને વિપક્ષ માની ગયું – મંગળવારે સંસદમાં કરાશે ચર્ચા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલને પગલે જાહેર પરીક્ષા (Prevention of Unfair Means) બિલ પર સંસદીય ગતિરોધનો ઉકેલ આવ્યો છે. આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા હવે આવતીકાલ મંગળવારે સંસદમાં થવાની છે.

લોકસભા અધ્યક્ષે કહ્યું- યુવા, વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીનું બિલ છે, અને વિપક્ષ માની ગયું - મંગળવારે સંસદમાં કરાશે ચર્ચા
| Updated on: Jul 27, 2026 | 7:59 PM
Share

Lok Sabha:  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કરેલ પહેલ અને ગૃહમાં સતત ચાલી રહેલી વાતચીતના સકારાત્મક પરિણામો મળ્યા છે. સંસદમાં જાહેર પરીક્ષા (Prevention of Unfair Means) બિલ અંગેની ગતિરોધનો અંત આવ્યો છે, જેમાં તમામ મુખ્ય રાજકીય પક્ષો, આવતીકાલ 28મી જુલાઈને મંગળવારે આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા શરૂ કરવા સંમત થયા છે.વિપક્ષને સમજાવટ દરમિયાન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને આ બિલ દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોની ચિંતા માટે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સાથે સંબંધિત છે તેમ આગ્રહપૂર્વક જણાવીને મુદ્દો ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી. વિપક્ષે યુવાનો, વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓના મુદ્દાની વાત આગળ નમતુ જોખીને વ્યાપક અને અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે તૈયાર થયા છે.

આ સકારાત્મક પહેલને પગલે, લોકસભા અધ્યક્ષે વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર નેતાઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી. પરિણામે, શાસક પક્ષ અને વિપક્ષ બંને, આવતીકાલ મંગળવારે બિલ પર વિગતવાર ચર્ચા કરવા માટે સર્વસંમતિ સાધી.

આ બિલનો ઉદ્દેશ્ય પેપર લીક, છેતરપિંડી, સંગઠિત પરીક્ષા માફિયાઓ અને જાહેર પરીક્ષાઓમાં અન્ય અન્યાયી પ્રથાઓને અસરકારક રીતે રોકવાનો છે. મંગળવારની ચર્ચા દરમિયાન, વિવિધ પક્ષો બિલની જોગવાઈઓ અંગે તેમના સૂચનો અને સુધારાઓ પણ રજૂ કરી શકે છે. ચર્ચા પછી, સરકાર આ સૂચનોનો જવાબ આપશે, ત્યારબાદ બિલને મંજૂરી માટે ગૃહમાં રજૂ કરવામાં આવશે.

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે સત્ર દિવસભર માટે મુલતવી રાખ્યું હતું. મંગળવારે સવારે 11:00 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થશે. દરમિયાન, રાજ્યસભાની કાર્યવાહી સાંજે 5:30 વાગ્યે શરૂ થઈ હતી પરંતુ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળાને કારણે મંગળવારે સવારે 11:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સોમવારે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર જાહેર પરીક્ષા (Prevention of Unfair Means) બિલ પર ચર્ચામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો, જેમાં પેપર લીક માટે કડક દંડની દરખાસ્ત કરવામાં આવી છે. કિરેન રિજિજુએ કહ્યું, “ખડગે જેવા વરિષ્ઠ નેતાઓ અહીં હાજર છે. મને આજે સવારે ખૂબ આશા હતી કે ખડગે ઓછામાં ઓછા તેમના કોંગ્રેસના સાંસદો સાથે દલીલ કરશે. છેવટે, તેઓ લાંબા સમયથી NEET પેપર લીક અને અમારા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચર્ચા કરવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું, “અમે એક મહત્વપૂર્ણ બિલ – જાહેર પરીક્ષા (Prevention of Unfair Means) સુધારા બિલ, 2026 લાવ્યા છીએ. અમે ગઈકાલે અને આજે સવારે પણ કોંગ્રેસને અપીલ કરી હતી, છતાં તેઓ સહકાર આપવા તૈયાર નથી… બહાર, કોંગ્રેસના સભ્યો દાવો કરે છે કે તેમને સંસદમાં બોલવાની મંજૂરી નથી. તેનાથી વિપરીત, અહીં અમે તેમને ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ તેઓ આમ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. આ કેવા પ્રકારનો અભિગમ છે?”

તેમણે આગળ કહ્યું, “અમે નમ્રતાપૂર્વક તમને બોલવા વિનંતી કરીએ છીએ, છતાં તમે કાર્યવાહી ચાલુ રાખવા દેતા નથી… દેશના યુવાનો જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ આ બિલ પર ચર્ચા સાંભળવા માંગે છે. અમે લોકસભા સ્પીકરને યાદી સુપરત કરી દીધી છે, છતાં તમારા કોંગ્રેસના સભ્યો અહીં પણ વિક્ષેપ પેદા કરી રહ્યા છે. આ યોગ્ય નથી… જો તમે આ રીતે વર્તન કરતા રહેશો, તો તમારે જનતાને જવાબ આપવો પડશે.”

રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું જ કેમ? પંજાબ અને કર્ણાટકના શિક્ષણ મંત્રીનું કેમ નહી! પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ ઉઠાવ્યા સવાલ

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">