AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા પહેલાં સોયમાંથી થોડી દવા બહાર કેમ નીકાળે છે ? જો આ નાનકડી ભૂલ રહી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે!

દરેક નાગરિક માટે આ મેડિકલ સાયન્સ જાણવું ખૂબ જ જરૂરી છે. ઇન્જેક્શનની સિરીંજમાં છુપાયેલી હવા લોહીના પ્રવાહને રોકીને કેવી રીતે હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોક લાવી શકે છે, સાથે બીજા ગંભીર રોગ કે જીવલેણ પણ સાબિત થઈ શકે છે, જાણો તેની ચોંકાવનારી વિગતો.

ડૉક્ટર તમને ઇન્જેક્શન આપતા પહેલાં સોયમાંથી થોડી દવા બહાર કેમ નીકાળે છે ? જો આ નાનકડી ભૂલ રહી જાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે!
Image Credit source: AI
| Updated on: May 25, 2026 | 3:50 PM
Share

તમે જ્યારે પણ હોસ્પિટલ અથવા ક્લિનિકમાં ગયા હશો, ત્યારે ડૉક્ટર કે નર્સને દર્દીને ઇન્જેક્શન આપતા જરૂર જોયા હશે. તમને પોતાને પણ ક્યારેક ને ક્યારેક ઇન્જેક્શન જરૂર લાગ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય ખૂબ જ ઝીણવટપૂર્વક એક વાત પર ધ્યાન આપ્યું છે? ડૉક્ટર જ્યારે પણ સિરીંજમાં દવા ભરે છે, ત્યારે દર્દીના શરીરમાં સોય લગાડતા પહેલાં તેમાંથી થોડી દવા હવામાં બહાર કાઢી નાખે છે અથવા ઇન્જેક્શનને આંગળીથી સહેજ ટપકારે છે.

ઘણા લોકોને એવું લાગે છે કે ડૉક્ટર દવાની ગુણવત્તા ચેક કરવા કે સોય બરાબર કામ કરે છે કે નહીં તે જોવા માટે આવું કરતા હશે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. આ પ્રક્રિયા પાછળ મેડિકલ સાયન્સનું એક ખૂબ જ મોટું અને ગંભીર કારણ છુપાયેલું છે. જો આ પ્રક્રિયા કરવામાં ન આવે, તો દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે.

આવો સમજીએ આ નાનકડી દેખાતી પ્રક્રિયા પાછળનું અસલી વિજ્ઞાન:

  • ઇન્જેક્શનમાં હવાનો પરપોટો કેવી રીતે બને છે?

હવા એક એવી વસ્તુ છે જે પૃથ્વી પર દરેક ખાલી જગ્યામાં પોતાનું સ્થાન બનાવી લે છે. જ્યારે ઇન્જેક્શનની ખાલી સિરીંજમાં દવા ખેંચવામાં આવે છે, ત્યારે દવાની સાથે-સાથે બહારની હવા પણ અંદર પ્રવેશી જાય છે. આના કારણે ઇન્જેક્શનની અંદર નાના-મોટા હવાના પરપોટા (એર બબલ્સ) બની જાય છે. ડૉક્ટર જ્યારે સોયને ઉપરની તરફ રાખીને થોડી દવા બહાર કાઢે છે, ત્યારે દબાણના કારણે તે હવાનો પરપોટો પણ બહાર નીકળી જાય છે.

  • જો આ હવા શરીરની અંદર જતી રહે તો શું થાય?

તબીબી સંશોધનો અનુસાર, જો ઇન્જેક્શન આપતી વખતે હવાના આ પરપોટા ભૂલથી પણ દર્દીના શરીરમાં લોહી વહેતી નસોમાં જતા રહે, તો તે અત્યંત ઘાતક સાબિત થાય છે. માનવ શરીરમાં લોહીનો પ્રવાહ સતત ચાલુ રહે છે. જો હવાનો પરપોટો નાનો હોય તો તે લોહી સાથે ઓગળી જાય છે અને કોઈ મોટી સમસ્યા થતી નથી.

પરંતુ જો આ પરપોટાનું કદ મોટું હોય, તો તે નસોની અંદર લોહીના કુદરતી પ્રવાહને સંપૂર્ણપણે બ્લોક (અવરોધિત) કરી શકે છે. લોહી આગળ ન વધી શકવાને કારણે શરીરના મુખ્ય અંગો સુધી ઓક્સિજન પહોંચતો બંધ થઈ જાય છે.

મેડિકલ સાયન્સમાં આને શું કહેવાય છે?

જ્યારે આ હવાનો પરપોટો લોહીના વહનને રોકીને મગજ, હૃદય અથવા ફેફસાં સુધી પહોંચી જાય છે, ત્યારે તબીબી વિજ્ઞાનમાં આ ગંભીર સ્થિતિને ‘એર એમ્બોલિઝમ’ (Air Embolism) કહેવામાં આવે છે.

  • જો આ બ્લોકેજ હૃદયની નસોમાં થાય તો દર્દીને તાત્કાલિક હાર્ટ એટેક આવી શકે છે.
  • જો આ પરપોટો મગજની નસોમાં જઈને ફસાઈ જાય તો બ્રેન સ્ટ્રોક આવી શકે છે અથવા વ્યક્તિ લકવાગ્રસ્ત (પેરાલિસિસ) થઈ શકે છે.
  • ફેફસાં સુધી લોહી ન પહોંચવાના કારણે શ્વાસ રુંધાઈ જવાથી દર્દીનું મોત પણ થઈ શકે છે.

ઇન્જેક્શનના પ્રકાર પર પણ રાખે છે આધાર

મેડિકલ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ઇન્જેક્શન મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક જે સીધા નસોમાં (Intravenous – IV) આપવામાં આવે છે અને બીજા જે સ્નાયુઓમાં (Intramuscular – IM) અપાય છે. સ્નાયુઓમાં અપાતા ઇન્જેક્શનમાં હવાની નાની માત્રાથી બહુ મોટું જોખમ નથી હોતું, પરંતુ જે ઇન્જેક્શન સીધા નસોમાં ગ્લુકોઝના બાટલા અથવા ડ્રિપ દ્વારા આપવામાં આવે છે, તેમાં એર એમ્બોલિઝમનું જોખમ સૌથી વધારે હોય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો ગ્લુકોઝની નળીમાંથી પણ હવાના પરપોટાને પહેલા બહાર કાઢી નાખે છે. આ એક અત્યંત સામાન્ય દેખાતી સાવચેતી છે, પરંતુ તે હોસ્પિટલોમાં રોજ હજારો દર્દીઓના જીવ બચાવે છે.

અરે આ શું…? પનીર ખાવાથી પણ કોઈ બીમાર પડી શકે છે ! ચાલો જાણીએ આ નવાઈ પમાડે તેવી વાતનું સત્ય શું

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">