Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાતા આ કઠોળ નહીંતર પેટના રોગની સમસ્યામાં થશે વધારો ! જાણો
વરસાદની ઋતુ આવતાની સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. કારણ કે આ ઋતુમાં આપણા શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે. આયુર્વેદ અનુસાર, ચોમાસાની ઋતુમાં વાત અને કફનું અસંતુલન રહે છે, જેના કારણે ગેસ, અપચો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, આહાર પર ખાસ ધ્યાન આપવું અને યોગ્ય ખોરાક પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે,

ચોમાસાની સિઝનમાં ક્યો ખોરાક ખાવો જોઈએ અને ક્યો ખોરાક ન ખાવો જોઈએ તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ફરિયાદ કરે છે કે કઠોળ ખાધા પછી તેમને ઘણીવાર પેટમાં ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન, ક્યાં કઠોળનું સેવન ન કરવું જોઈએ તે જાણીશું.

મોટાભાગના લોકોને રાજમાનો સ્વાદ ગમે છે, પણ તે પચવામાં ભારે હોય છે. વરસાદની ઋતુમાં રાજમાનું સેવન કરવાથી પેટમાં ગેસ અને ભારેપણું થઈ શકે છે. તેથી રાજમા ખાવાનું ટાળવું જોઈએ.

આ બધા સિવાય અડદની દાળ પચવામાં સૌથી ભારે માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં આ દાળને પચાવવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે. આનાથી ગેસ, અપચો અને પેટમાં દુખાવાની ફરિયાદો થઈ શકે છે.

ચોમાસાની ઋતુમાં રાજમાં અને અડદની દાળ સિવાય ચણાનું સેવન પણ ટાળવું જોઈએ. ચણાની દાળનું સેવન કરવાથી અપચો અને પેટમાં સોજાની સમસ્યા વધારી શકે છે.

જ્યારે પણ કઠોળનું સેવન કરો છો ત્યારે તેને ઉકાળતા વખતે જે સફેદ ફીણ આવે છે તેને દૂર કરો. આ ફીણ અપચો અને ગેસનું કારણ બની શકે છે.

આ ઉપરાંત દાળમાં હળદર, હિંગ, જીરું અને આદુ જેવા મસાલા ઉમેરો, જેનાથી તે પચવામાં સરળતા રહે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
