Gujarati News » Photo gallery » | happy birthday rajpal yadav know about actor and wife radha love story
Happy Birthday : રાજપાલ ફિલ્મના શુટિંગ દરમિયાન રાધાને મળ્યો હતો, કંઈક આવી છે અભિનેતાની લવસ્ટોરી
રાજપાલ યાદવની કોમેડીના લાખો લોકો દિવાના છે. તેની પ્રોફેશનલ લાઈફ વિશે તો દરેક લોકો જાણે છે, પરંતુ તેની પર્સનલ લાઈફ અને ખાસ કરીને તેની બીજી પત્ની સાથેની લવ સ્ટોરી વિશે બહુ ઓછા લોકો જાણે છે.
બોલિવૂડના કોમેડી સ્ટાર રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે. રાજપાય યાદવે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેની કોમેડીના લાખો લોકો દિવાના છે.
1 / 5
તમને જણાવી દઈએ કે, રાજપાલે પહેલા કરુણા સાથે લગ્ન કર્યા હતા.બાદમાં રાજપાલના જીવનમાં રાધા આવી. બંનેની મુલાકાત કેનેડામાં થઈ હતી જ્યાં રાજપાલ તેની ફિલ્મ 'ધ હીરો'નું શૂટિંગ કરી રહ્યો હતો. પહેલી જ મુલાકાત બાદ બંને વચ્ચે ખાસ બોન્ડ બની ગયું હતું.
2 / 5
બંને કેનેડામાં ઘણી વખત મળ્યા હતા અને એકબીજા સાથે સમય વિતાવતા હતા.શૂટિંગ પૂરું થયા બાદ રાજપાલને ભારત પરત આવવું પડ્યું. પાછા આવ્યા પછી રાજપાલ અને રાધાને એકબીજાની ઘણી ખામી અનુભવાઈ અને પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું.
3 / 5
બાદમાં રાધા કેનેડાથી ભારત આવી અને બંનેએ લગ્ન કરી લીધા. રાધાએ હંમેશા રાજપાલને સાથ આપ્યો છે. જ્યારે રાજપાલ અને કરૂણાની દીકરીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પણ રાધાએ તેને પૂરો સાથ આપ્યો હતો.
4 / 5
રાજપાલના પ્રોફેશનલ જીવન વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ 'ભૂત પોલીસ'માં જોવા મળ્યો હતો જેમાં અર્જુન કપૂર, સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ હતા.