Women’s health : નોર્મલ નથી પીરિયડ્સ દરમિયાન બ્લેક ડિસ્ચાર્જ, જાણો આની પાછળ શું કારણ જવાબદાર
મહિલાઓમાં પીરિડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આ દરમિયાન પેટમાં દુખાવો શરીરમાં થાક લાગવો અને હોર્મોનમાં ફેરફાર કે પછી મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ જોવા મળે છે. પીરિયડ્સ દરમિયાન વજાઈનામાંથી ડિસ્ચાર્જ અને બ્લેક બ્લીડિંગ થાય છે.

બ્લીડિંગ અને ડિસ્ચાર્જ દરમિયાન નીકળતા બ્લડના રંગથી તમે અંદાજો લગાવી શકો છો, કે, તમે કેટલા સ્વસ્થ છો. પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ કે ડિસ્ચાર્જ દરમિયાન અનેક પ્રકારના રંગ નીકળે છે.આવું થવું સામાન્ય માનવામાં આવે છે આને જોઈ તમારે ચિંતા કરવાની જરુર નથી. પીરિયડ્સ દરમિયાન લાલ રંગથી લઈ ભુરો, ગુલાબી,ગ્રે અને બ્લેક ડિસ્ચાર્જ નીકળે છે.

પીરિયડ્સ દરમિયાન શરીરમાં થતા હોર્મોનમાં ફેરફારના કારણે લાઈફસ્ટાઈલના કારણે આવું થાય છે. તો ચાલો આજે આપણે પીરિયડ્સ દરમિયાન થતા બ્લેક ડિસ્ચાર્જ વિશે જાણીશું.

પીરિયડ્સ દરમિયાન વજાઈનામાંથી બ્લેક બ્લ્ડ નીકળવાના અનેક કારણો હોય શકે છે. મહિલાઓ બ્લેક પીરિયડ ડિસ્ચાર્જને જોઈ ગભરાય જાય છે.દર વખતે ચિંતા કરવાની કોઈ જરુર નથી. પરંતુ કેટલીક વખત અમુક બીમારીઓના પણ સંકેત હોય શકે છે.

મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન ડિસ્ચાર્જના રુપમાં બ્લેક બ્લ્ડ નીકળવું, લાઈફસ્ટાઈલ અને પર્યાવરણના કારણ પણ હોય શકે છે. આ સિવાય કેટલીક વખત મહિલાઓમાં સ્વાસ્થય સાથે જોડાયેલી કેટલીક પરિસ્થિત જેમ કે, પ્રેગ્નન્સી, ઈન્ફેક્શન,સર્વાઈકલ કેન્સર વગેરેની આ સમસ્યા હોય શકે છે.

મિસકેરેજ બાદ મહિલાઓને બ્લેક પીરિયડ્સનો સામનો કરવો પડે છે. જેમાં બ્લ્ડ ફ્લો લાઈટ થી હેવી આવી શકે છે. બ્લેડ પીરિયડ્સ મિસકેરેજનો પણ સંકેત હોય શકે છે.

મિસકેરેજ બાદ મહિલાઓને બ્લેક પીરિયડ્સનો સામનો કરવો પડે છે. જેમાં બ્લ્ડ ફ્લો લાઈટ થી હેવી આવી શકે છે. બ્લેડ પીરિયડ્સ મિસકેરેજનો પણ સંકેત હોય શકે છે.

પીરિયડ્સ સાઈકલના છેલ્લા દિવસોમાં બ્લેક બ્લડ જોવા મળે છે. લાંબા સમય સુધી ગર્ભાશયમાં લોહી રહેવાથી તેના રંગમાં પરિવર્તન આવે છે. ત્યારે બ્લીડિંગમાં બ્લેક બલ્ડ જોવા મળે છે. કેટલીક વખત પીરિયડ્સના શરુઆતમાં બ્લેક ડિસ્ચાર્જ થાય છે.

સેક્સ દરમિયાન દુખાવો, પેલ્વિક પ્રેશરમાં વધારો, યોનિમાર્ગમાં સ્પોટિંગ અને ખંજવાળ એ STI સૂચવે છે. જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફ્કેશનની સમયસર સારવાર ન કરવામાં આવે તો, PID અથવા પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગનું જોખમ વધી જાય છે. આનાથી સર્વિક્સ અને ગર્ભાશયનું ઈન્ફેક્શન માટે સંવેદનશીલ બને છે. આવી સ્થિતિમાં, ઘેરા ભૂરા અને બ્લેક પીરિયડ્સ આવવા લાગે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, બ્લેક પીરિયડ્સ દરમિયાન દુર્ગંધ,ખંજવાળ,ખેંચાણ, તાવ પણ આવી શકે છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો પ્રેગ્નન્સી દરમિયાન કે મેનોપોઝ અને ડિલીવરી બાદ સતત બ્લેક બ્લ્ડ ડિસ્ચાર્જ થાય તો તેને અવગણશો નહી. આ સિવાય પીરિયડ્સ દરમિયાન બ્લેક ડિસ્ચાર્જનું વધવું અનિયમિત પીરિયડ્સની સમસ્યાને પણ વધારે શકેછે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
