Gujarati News » Photo gallery » Gujarat tableau shows the renewable sources of energy on the theme Clean Green energy Efficient Gujarat
ગુજરાતની ઝાંખી ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ થીમ પર આધારિત જોવા મળી, જુઓ Photos
TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Updated on: Jan 26, 2023 | 1:20 PM
દિલ્હીના રાજપથ અને હાલના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. પરેડમાં કુલ 23 ઝાંખીઓ જોવા મળી હતી.
પ્રજાસત્તાક દિવસે ગુજરાતની ઝાંખી ‘ક્લીન-ગ્રીન એનર્જી એફિશિયન્ટ ગુજરાત’ થીમ પર આધારિત હતી. આ ઝાંખી ઊર્જાના નવીનીકરણીય સ્ત્રોતો દર્શાવે છે.
74 મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ‘નારી શક્તિ’ની ઝાંખી જોવા મળી
ઉત્તરાખંડના ટેબ્લોમાં કોર્બેટ નેશનલ પાર્ક અને અલ્મોડાના જાગેશ્વર ધામને દર્શાવવામાં આવ્યા હતા.
આંધ્ર પ્રદેશની ઝાંખી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મકરસંક્રાંતિ દરમિયાન ખેડૂતોનો તહેવાર 'પ્રભાલા તીર્થમ' દર્શાવે છે.
જમ્મુ અને કાશ્મીરની ઝાંખીમાં યાત્રાળુઓ અને આનંદપ્રદ પ્રવાસનનો ઝાંખી છે. ઇકો ફ્રેન્ડલી માટી દર્શાવવામાં આવી છે.
ઝારખંડના ટેબ્લોમાં દેવઘરનું બાબા વૈદ્યનાથ ધામ બતાવવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાનું પણ ચિત્રણ કરવામાં આવ્યું હતું.
આસામની ઝાંખીમાં અહોમ યોદ્ધા લચિત બોરફૂકનને બોટ પર અને મા કામાખ્યા મંદિરનું દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે.