Plant In Pot : ડાયાબિટીસના દર્દીની સુગર ક્રેવિંગ કરશે દૂર, ઘરે ઉગાડો સ્ટીવિયાનો છોડ
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને ઘરે છોડ ઉગાડવાનું ગમતું હોય છે. ત્યારે આપણે પણ ઘરે વિવિધ પ્રકારની ઔષધિ વાવી શકીએ છીએ. તો આજે ઘરે સરળતાથી ઉગાડી શકતા છોડ સ્ટીવિયાની વાત કરીશું.

ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધારે છે. ત્યારે આ લોકો ખાંડ અને ગોળ ખાવાનું ટાળે છે. તેના કારણે તેમનું જમવાનું ફીકું લાગે છે. ત્યારે તમે મધથી પણ ગળ્યા સ્ટીવિયાના પાનનો ઉપયોગ કરી શકો છો.

સ્ટીવિયાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. તેના માટે સૌથી પહેલા એક મોટા કુંડામાં સારી ગુણવત્તાની માટી ભરો.

ત્યારબાદ તેમાં 50 ટકા કોકો-પીટ અને 50 ટકા વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર ઉમેરીને બરાબર મિક્સ કરો.

હવે માટીના મિશ્રણને કૂંડામાં ભરી લો. ત્યારબાદ તેમાં 3-4 ઈંચની ઉંડાઈએ સ્ટીવિયાનો છોડ રોપી તેના ઉપર માટી નાખી દો. આ છોડમાં જરુર મુજબ પાણી આપો.

આ છોડને ઉગાડ્યાના 20-21 દિવસ પછી ગ્રોથ થવાની શરુઆત થાય છે. છોડને યોગ્ય સૂર્ય પ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખો.

તેમજ સ્ટીવિયાના છોડને 4 મહિના પછી તમે નિયમિતપણ છોડની લણણી કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે છોડ પર સીધુ જ જંતુનાશક અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો. તમે ઈચ્છો તો લીમડાના તેલને પાણીમાં ઓગાળીને સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
